વરુણ ધવન પણ આ કાર્યક્રમમાં ભાગ લશે અને તેના માટે તેને લગભગ 6 કરોડ રૂપિયા આપવાની વાત છે. બૉલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને પરીણિતિ ચોપડા પણ આ વખતે આયોજનમાં ચાર ચાંદ લગાવવા તૈયાર છે.
2/7
રિપોર્ટ્સનું માનીએ તો બેસ્ટ ડાન્સર્સમાંથી એક ઋત્વિક રોશન હવે રણવીરની જગ્યાએ આ કાર્યક્રમનો ભાગ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, એક ફૂટબૉલ મેચ દરમિયાન રણવીર સિંહ ઘાયલ થઇ ગયો છે. ત્યારબાદ ડૉક્ટરે તેને 1 મહિના સુધી કોઇ હાર્ડવર્કિંગ વાળું કામ કરવાની ના પાડી છે.
3/7
4/7
5/7
રિપોર્ટ્સ એ પણ છે કે રણવીર ફિલ્મ 'ગલી બૉય'ના શૂટિંગ કરતા રહેશે, પણ ઓવરસ્ટ્રેસથી બચવા માટે તે IPLના ઓપનિંગ ડે સમારોહમાં ભાગ નહીં લે.
6/7
તેની જગ્યાએ આયોજકો ઋત્વિક રોશન વિશે વાત કરી રહ્યાં છે, જોકે હજુ સુધી આ વાતની સ્પષ્ટતા નથી થઇ કે ઋત્વિક રોશને આ ઓફરને સ્વીકારી છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં કોલકત્તામાં આયોજિત IPL ટૂર્નામેન્ટની ઓપનિંગ ડેમાં ઋત્વિક રોશને પરફોર્મ કર્યું હતું.
7/7
નવી દિલ્હીઃ IPL 11ની ઓપનિંગ સેરેમનીમાં કેટલાય દિગ્ગજ બૉલીવુડ સ્ટાર્સ પરફોર્મ કરશે, આમાંથી એક રણવીર સિંહ પણ હતો, જેને આયોજકોએ તગડી રકમ ઓફર કરી હતી. હવે રિપોર્ટ્સ છે કે તે પોતાની સર્જરીના કારણે સમારોહનો હિસ્સો નહીં બને. તેની જગ્યાએ કોઇ બીજા મોટા એક્ટરના નામની ચર્ચા ચાલી રહી છે.