શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ અભિનેત્રી પ્રેગનેન્ટ છે? તસવીર વાયરલ થતાં ચાહકોએ શું કરી કોમેન્ટ્સ? જાણો વિગત
બિપાશાએ તેનો દુપટ્ટો એવી રીતે રાખ્યો હતો કે, તેનું શરીર આખું ઢંકાઈ જાય પરંતુ લોકોને આ તસવીર જોઈને તેના પેટ પર બમ્પ હોય તેવું લાગી રહ્યું છે.
મુંબઈ: બોલિવુડ સેલેબ્સ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ બોલિવૂડ અભિનેત્રી બિપાશા બસુ એક તસવીરને લઈને ચર્ચામાં આવી છે. બિપાશા અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરનો એક તસવીર વાયરલ થઈ છે જે જોઈને ચાહકોને લાગી રહ્યું છે કે બિપાશા હાલ પ્રેગનેન્ટ છે.
અત્યારે બોલિવુડમાં દિવાળીના તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સેલેબ્સ ટ્રેડિશનલ લુકમાં પાર્ટીઝમાં જોવા મળી રહ્યા છે. હવે બિપાશા અને કરણ આવી જ એક પાર્ટીને કારણે ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ દિવાળીની પાર્ટી આપી હતી. તેમાં બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.View this post on Instagram
બિપાશાએ તેનો દુપટ્ટો એવી રીતે રાખ્યો હતો કે, તેનું શરીર આખું ઢંકાઈ જાય પરંતુ લોકોને આ તસવીર જોઈને તેના પેટ પર બમ્પ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે એવી પણ ચર્ચા છે કે, બિપાશાનો લહેંગો ભારે હોવાથી પેટ પર થોડો બમ્પ દેખાતો હોય. પરંતુ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતાં સાથે જ પોસ્ટ પર બિપાશા પ્રેગનેન્ટ હોવાની કોમેન્ટ્સની ભરમાર થઈ ગઈ હતી. થોડા દિવસ પહેલાં જ બિપાશા અને કરણે ત્રીજી એનિવર્સરીની ઉજવણી કરી હતી. લોકો હવે તેમની લાઈફમાં બાળકનું ક્યારે આગમન થાય છે તેની રાહ જોઈ બેઠા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement