શોધખોળ કરો
Advertisement
જયલલિતા પર બની રહેલી ફિલ્મ Thalaivi માટે કંગનાએ ટ્રાઈ કર્યો પ્રોસ્થેટિક લુક, જુઓ તસવીરો
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે જયલલિતાના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ થલાઈવીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે જયલલિતાના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ થલાઈવીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલા કંગના અમેરિકા જવા માટે રવાના થઈ હતી. અમેરિકામાં કંગનાએ પોતાની ભૂમિકા માટે પ્રોસ્થેટિક માપ આપ્યું છે. કંગનાની બહેન રંગોલીએ લુક ટેસ્ટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
રંગોલીએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી લુક ટેસ્ટ દરમિયાન પૂરી રીતે ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રોસ્થેટિક ગ્લૂ છે, જે કંગનાના ચહેરા તથા બોડી પર લગાવવામાં આવ્યો છે. કંગના ફિલ્મ મણિકર્ણિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં નિર્દેશન પણ તેણે પોતે જ કર્યું હતું. ફિલ્મ ઘણા કારણોથી વિવાદોમાં રહી પરંતું સારી કમાણી કરવામાં સફળતા મેળવી હતી. હવે ફેન્સને તેની આગામી ફિલ્મની રાહ છે.This is how measurements for prosthetics are taken, it’s not easy to be an actor, Kangana so calm even in something which is so suffocating for us to even watch 😰 pic.twitter.com/APQ9OSP2aT
— Rangoli Chandel (@Rangoli_A) September 19, 2019
ફિલ્મમાં જયલલિતાનાં જીવનના ચાર તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બન્યા ત્યાં સુધીની વાર્તા હશે. ફિલ્મ ‘થલાઈવી’નું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, હિંદી તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે. ફિલ્મની વાર્તા કે વી વિજય પ્રસાદે લખી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion