કંગના રનૌતનું કહેવું છે કે, તેની ફી તેના રોલ પર નિર્ભર કરે છે કારણ કે, દરેક પાત્ર અને ફિલ્મની અલગ-અલગ ડિમાન્ડ હોય છે. આ પ્રમાણે જ ફી પણ નક્કી થાય છે. ફિલ્મ 'મણિકર્ણિકા : ધ કવીન ઓફ ઝાંસી'નું શૂટિંગ થોડા દિવસ પહેલા જ પૂરું થયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીના રિલીઝ થશે.
2/3
મુંબઈ: ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ બાદ સામે આવ્યું હતું કે બોલીવૂડ એક્ટ્રેસ દીપિકાને રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતા વધારે ફી આપવામાં આવી છે. આ અંગે દીપિકા તરફથી એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહેવામાં આવ્યું કે, તેણે વધુ ફીની ડિમાન્ડ કરી હતી કારણ કે તે પોતાના રોલ પ્રમાણે આટલી ફી ડિઝર્વ કરતી હતી. ત્યારબાદ સામે આવ્યું હતું કે બોલીવૂડમાં દીપિકા હાઈએસ્ટ પેઈડ એકટ્રેસ છે.
3/3
બોલીવૂડમાં સૌથી વધારે ફી લેવાનો ખિતાબ દીપિકા પાસેથી બોલિવૂડની કવીન કંગના રનૌતે છીનવી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'મણિકર્ણિકા : ધ કવીન ઓફ ઝાંસી' માટે કંગનાને 14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કંગના રનૌતને આપવામાં આવેલી ફી અત્યાર સુધીમાં કોઈ બોલીવૂડ એક્ટ્રેસને આપવામાં આવેલી સૌથી મોટી રકમ છે.