દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ની રિલીઝ પર રોકની માંગને લઈ દિલ્હીની પટિયાલ હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ અપર્ણા ભટ્ટે આ અરજી દાખલ કરી છે. જેમાં તેણે કહ્યું, મેં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ વર્ષો સુધી લડ્યો પરંતુ ફિલ્મમાં મને ક્રેડિટ નથી આપવામાં આવી. મેં ફિલ્મ ‘છપાક’ની સ્ક્રિપ્ટમાં પણ ઘણી મદદ કરી હતી. ફિલ્મના નિર્માતાએ મને ક્રેડિટ આપવામાં આવશે તેવો ભરોસો આપ્યો હતો પરંતુ તેમ કર્યુ નથી.
ફિલ્મ ‘છપાક’ની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેનું કારણ દીપિકા પાદુકોણનો દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં જઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનું છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દીપિકાના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અમુક ‘છપાક’નો બહિષ્કાર કરવાની વાત કરે છે.
‘છપાક’ દિલ્હીની એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની જિંદગી પરથી પ્રેરિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે વિક્રાંત મૈસી, અંકિત બિષ્ટ સહિતના એકટર્સ છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
JNU હુમલા પર સુનીલ શેટ્ટીએ કહ્યું- માસ્ક પહેરીને આવો છો અને ખુદને મર્દ કહો છો
ઓસ્ટ્રેલિયામાં 10,000 જંગલી ઊંટને મારવાનો અપાયો આદેશ, કારણ જાણીને તમે રહી જશો દંગ
રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ
સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ