Anicka Vikhramanના એક્સ બોયફ્રેન્ડે માર્યો ઢોર માર, શોકિંગ ફોટો શેર કરી એક્ટ્રેસે જણાવી આપવીતી
Anicka Vikhraman Shocking Photos: મલયાલમ અભિનેત્રી અનિકા વિક્રમને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના ચોંકાવનારા ફોટા શેર કર્યા છે. આ સાથે તેણે કહ્યું છે કે તેની હાલત માટે કોણ જવાબદાર છે.
Anicka Vikraman Exboyfriend Assaulted Her: દક્ષિણ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અનિકા વિક્રમનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ ફોટામાં અનિકાની સૂજી ગયેલી આંખો અને તેના શરીર પર ઉઝરડા દેખાઈ રહ્યા છે. યૂઝર્સ એક્ટ્રેસને સતત પૂછી રહ્યા છે કે તેની સાથે શું થયું છે.
પૂર્વ બોયફ્રેન્ડે અનિકા વિક્રમનને માર્યો ઢોર માર
અનિકાએ તેનો આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ સાથે તેણે કહ્યું છે કે તેની હાલત માટે કોણ જવાબદાર છે. અનિકાએ જણાવ્યું કે તેના પૂર્વ બોયફ્રેન્ડે તેની સાથે આવું કર્યું છે. આ ફોટો જોઈને અનિકાના ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે.
View this post on Instagram
અભિનેત્રીએ ફોટો શેર કરીને પોતાની આપવીતી જણાવી
અનિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'મારી સાથે જે પણ થયું તેને ભૂતકાળમાં છોડી દીધું તેમ છતાં મને લગાતાર ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. મારા પરિવાર પર સતત ખરાબ બોલવામાં આવી રહ્યું છે. હું બદનસીબે અનૂપ પિલ્લાઈ નામના એક વ્યક્તિને ડેટ કરી રહી હતી. જો કે મને મેન્ટલી અને ફિજિકલી ઘણી ટૉર્ચર કરવામાં આવી. મે તેના જેવો વ્યકિત આજ સુધી નથી જોયો, આટલું બધુ થયું છતાં તે મને ધમકીઓ આપી રહ્યો છે. મે સપનામાં પણ નહોતું કર્યું કે તે મારી સાથે આવું કરશે.
તે મને અવારનવાર માર મારતો હતો: અનિકા
આ સાથે અનિકાએ આગળ લખ્યું, 'જ્યારે તેણે મને પહેલીવાર માર માર્યો ત્યારે અમે ચેન્નઈમાં હતા. તેની આ હરકત બાદ તે મારા પગે પડી ગયો અને ખૂબ જ રડવા લાગ્યો. હું ગાંડી હતી તે મે તેને માફ કરી દીધો. બીજી વાર તેણે મને બેંગલોરમાં મારી હતી ત્યારે મે પોલીસ કેસ કર્યો હતો. તેણે પોલીસ વાળાને પૈસા ખવડાવી દીધા અને પોલીસ અમને સાથે મળીને મામલો પતાવવાનું કહ્યું. તે બાદ તેને મારા પર ફરી એટેક કરવાની હિંમત મળી ગઈ.
તમને જણાવી દઈએ કે અનિકા વિક્રમન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી છે. અભિનેત્રીનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. તે 'વિષમકરણ', 'IKK' અને 'એંગા પટ્ટન સોથુ' જેવી ફિલ્મો માટે જાણીતી છે.