શોધખોળ કરો
Advertisement
25 કરોડ રૂપિયા દાન આપનાર અક્ષય કુમાર હોસ્પિટલથી ટ્વિન્કલને ઘરે લાવ્યો, જાણો કેમ જરૂર પડી હતી ડોક્ટરની?
બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના વાયરસ સામેની જંગ જીતવા તેણે કરેલી આર્થિક મદદને લીધે બહુ જ ચર્ચામાં છે. અક્ષયે કોરોના સામે લડવા 25 કરોડ રૂપિયા દાન કર્યાં
મુંબઈ: બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના વાયરસ સામેની જંગ જીતવા તેણે કરેલી આર્થિક મદદને લીધે બહુ જ ચર્ચામાં છે. અક્ષયે કોરોના સામે લડવા 25 કરોડ રૂપિયા દાન કર્યાં છે. જોકે, રવિવારે સવારે અક્ષય કુમાર અને પત્ની ટ્વિન્કલ ખન્ના હોસ્પિટલથી પરત આવ્યા હતા. ત્યાર બાદ વિવિધ અટકળો શરૂ થઈ હતી. જોકે, અટકળોને વિરામ આપતાં ટ્વિન્કલ ખન્નાએ હોસ્પિટલ જવાનું કારણ જણાવ્યું હતું.
ટ્વિન્કલ ખન્નાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, રવિવારે સવારે તે અક્ષય સાથે હોસ્પિટલથી ઘરે આવી છે. આ વીડિયો શેર કરવા સાથે ટ્વિન્કલે સ્પષ્ટ કર્યું હતું કે, તે કોરોના વાયરસની ચપેટમાં આવી નથી. વીડિયોમાં ટ્વિન્કલ બોલતી સંભળાય છે કે, રવિવારની સવારના 10.30 વાગ્યા છે. મુંબઈના રસ્તા સંપૂર્ણપણે ખાલી છે. કેટલાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે અને તેમણે અમારી ગાડીના વિન્ડશિલ્ડ પર અમને ગિફ્ટ આપી છે. મારી સાથે મારો ચાંદની ચોકનો ડ્રાઈવર (અક્ષય કુમાર) છે અને અમે હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા છીએ. ના, મને કોરોના વાયરસ થયો નથી, લોકો બીજા કારણોસર પણ હોસ્પિટલ જઈ શકે છે. આ રવિવારે મારા પતિનું ખીસ્સું ખાલી થયું છે અને મારો પગ તૂટ્યો છે. હેપ્પી સન્ડે.’ ટ્વિન્કલ ખન્નાને પગમાં વાગ્યું હોવાથી અક્ષય કુમાર તેને લઈને હોસ્પિટલ લઈ ગયો હતો. કોરોનાની મહામારી વચ્ચે કોઈ ખોટા ન્યૂઝ ફેલાય તે પહેલાં જ ટ્વિન્કલે વીડિયોમાં સ્પષ્ટતા કરી હતી કે, તે આ બીમારીનો ભોગ બની નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની જંગમાં અક્ષયે 25 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ સાથે જ દેશના અન્ય લોકોને પણ યથાશક્તિ મદદ કરવાની અપીલ કરી છે. અક્ષયના આ ઉમદા કાર્યના વખાણ પત્ની ટ્વિન્કલે કર્યા છે.Deserted roads all the way back from the hospital. Please don’t be alarmed, I am not about to kick the bucket because I really can’t kick anything at all! #sundayshenanigans pic.twitter.com/AMx5PhnVO2
— Twinkle Khanna (@mrsfunnybones) March 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement