શોધખોળ કરો
Advertisement
શું દુબઈના બેંકરને ડેટ કરી રહી છે આ હોટ એક્ટ્રેસ? કહ્યું- મને સારા સાથીની....
દુબઈના બેંકરને ડેટ કરવાની વાત ત્યારે સામે આવી જ્યારે મૌનીના એક મિત્રે સોશિયલ મીડિયા પર મૌની અને સૂરજનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય હાલમાં પોતાની આગામી ફિલ્મ મેડ ઇન ચાઈનાના પ્રમોસનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયામ મોની અને રાજકુમાર રાવ મેડ ઈન ચાઈના ઉપરાંત પોતાના જીવન વિશે પણ અનેક ખુલાસા કરી રહ્યા છે.
ઘણાં સમયથી મૌની રોય દુબઈના બેંકર સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. આ પહેલાં મૌનીનું નામ બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખરજી સાથે જોડાયું હતું.
દુબઈના બેંકરને ડેટ કરવાની વાત ત્યારે સામે આવી જ્યારે મૌનીના એક મિત્રે સોશિયલ મીડિયા પર મૌની અને સૂરજનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. અને આ ફોટો થોડા સમય બાદ તરત ડિલીટ કરી નાખ્યો હતો.
બસ, ત્યારથી જ બંને વચ્ચે સંબંધ હોવાની વાત ચાલી રહી છે. જોકે, આ અંગે મૌનીનું કહેવું છે કે તેની નજીકના લોકો છે, તેના ખાસ મિત્રો છે તે આ વાત જાણે છે કે તે કોઇની સાથે ડેટ નથી કરી રહી. તે લોકો જાણે છે કે હું હજી સિંગલ જ છું. હું કોઇને મળ્યા વગર કોઇ ડેટ ન કરી શકું.
અલબત્ત, મને સારા સાથીની જરૂર છે પણ તે માટે હું કોઇ વ્યક્તિની જાણું અને તેની સાથે મારું મન મળે તો હું તેને ડેટ કરી શકું. હું રેન્ડમલી તો કોઇની સાથે ડેટ ન જ કરી શકું. રહી વાત તે ફોટાની તો અમે સારા મિત્રો છીએ અને અમારું આખું મોટું ગ્રૂપ છે, અમે લોકો અવારનવાર બહાર ફરવા જતાં હોઇએ છીએ તે સમયનો આ ફોટો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement