શોધખોળ કરો
Advertisement
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ પર છેતરપિંડીનો આરોપ, 10 લાખનો ચેક થયો બાઉન્સ
ઈન્દોરની કોર્ટેમાં 10 લાખ રૂપિયાના ચેક બાઉન્સ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઈન્દોર: મધ્યપ્રદેશની ઈન્દોરની કોર્ટેમાં 10 લાખ રૂપિયાના ચેક બાઉન્સ મામલે બોલીવૂડ અભિનેત્રી અમીષા પટેલની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે સાક્ષીઓના આધાર પર એક્ટ્રેસ અમીષા પટેલ સામે નોટીસ જાહેર કરી 27 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપ્યો છે.
અમીષા પટેલ પર આરોપ છે કે ફિલ્મ પ્રોડક્શનના નામે ઈન્દોરની એક યુવતી પાસેથી 10 લાખ રૂપિયા લીધા અને બાદમાં જે ચેક આપ્યો તે બાઉન્સ થયો હતો.
ચેક બાઉન્સ થયા બાદ ધણી વખત ધક્કા ખાવા છતા અમીષા પટેલે પૈસા નહોતા આપ્યા, બાદમાં કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પ્રથમ વખત નથી કે અમીષા પટેલ પર આરોપ લાગ્યો હોય તેની સામે રાંચીની કોર્ટમાં પણ ત્રણ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ મામલે કેસ ચાલી રહ્યો છે અને તેની સામે ધરપકડ વોરન્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement