The Ghost Teaser: સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની ફિલ્મ The Ghostનું ટીઝર રીલિઝ, જુઓ Video
નિર્માતાઓએ નાગાર્જુનની ફિલ્મ 'ધ ઘોસ્ટ'નો ફર્સ્ટ લૂક ટીઝર વીડિયો શેર કર્યો છે.
Nagarjuna Movie The Ghost Teaser Video: સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન તેની આગામી ફિલ્મ 'ધ ઘોસ્ટ' ને લઇને ચર્ચામાં છે. હવે 'ધ ઘોસ્ટ'માંથી નાગાર્જુનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ સાથે મેકર્સે ફિલ્મનો એક ટીઝર વીડિયો પણ શેર કર્યો છે. નાગાર્જુનની ફિલ્મ 'ધ ઘોસ્ટ'નો ટીઝર વીડિયો સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર છે.
નિર્માતાઓએ નાગાર્જુનની ફિલ્મ 'ધ ઘોસ્ટ'નો ફર્સ્ટ લૂક ટીઝર વીડિયો શેર કર્યો છે. આ ટીઝર વીડિયોમાં નાગાર્જુન સૂટ બૂટ પહેરેલા સજ્જન લુકમાં જોવા મળી શકે છે, પરંતુ તેનો અવતાર જોઈને ફિલ્મ કેટલી એક્શનથી ભરપૂર હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
લગભગ એક મિનિટના 'ધ ઘોસ્ટ'ના આ ટીઝર વીડિયો નાગાર્જુનના બેકલૂકથી શરૂ થાય છે. જેમાં નાગાર્જુન બંને હાથમાં મોટી તલવાર સાથે જોવા મળે છે. વીડિયોમાં નાગાર્જુન તેની સામે ઉભેલા લોકોને ગાજર અને મૂળાની જેમ કાપતા જોવા મળે છે. વીડિયોના છેલ્લામાં નાગાર્જુનની સામેનો ચંદ્ર લોહી જેવો લાલ રંગનો દેખાય છે. આ પછી વીડિયોમાં સામેથી નાગાર્જુનનો એંગ્રી યંગ મેન લુક જોવા મળી રહ્યો છે.
મેકર્સે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે 'તમે તેને મારી શકતા નથી'. તમે તેનાથી ભાગી શકતા નથી, તમે ફક્ત દયાની ભીખ માંગી શકો છો. હવે ફિલ્મમાંથી નાગાર્જુનનો આ લુક જોયા પછી સ્પષ્ટ છે કે તેનો અવતાર ચાહકોની કલ્પનાની બહાર છે. નાગાર્જુનની ફિલ્મ 'ધ ઘોસ્ટ' 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મનો ટીઝર વીડિયો જોયા બાદ ધ ઘોસ્ટની રિલીઝ માટે ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.
બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ
Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ
લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું