VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો
Vadodara News : લિવ ઈનમાં રહેતી યુવતીએ આરોપ લગાવ્યા કે વડોદરાના ફાયર ઓફિસર નિકુંજ આઝાદે લગ્નની લાલચ આપી અનેક વાર તેના પર દુષ્કર્મ કર્યું.
![VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો Vadodara News A young woman living in a live-in alleges that Vadodara fire officer Nikunj Azad raped her VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/468275d792cfd46bf386dd6f1e1d70581657386058_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vadodara : વડોદરાના ફાયર ઓફિસર નિકુંજ આઝાદની “પતિ, પત્ની ઓર વો” ની કહાની સામે આવી છે, નિકુંજ સાથે લિવઇન રિલેશનશિપમાં રહેતી મહિલાએ જ નિકુંજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નિકુંજ હાલ પોલીસ પકડથી દૂર ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જોકે નિકુંજની પત્ની અને પિતાએ મહિલા નાણાં પડાવવા માટે ખોટી ફરિયાદ કરી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા.
મહિલા 2 વર્ષથી નિકુંજ સાથે લિવઈનમાં રહેતી હતી
વડોદરાની મક્કરપુરા જીઆઇડીસી ખાતે આવેલા ફાયર સ્ટેશનનાં ફાયર ઓફિસર નિકુંજ આઝાદ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ તેમની જ સાથે છેલ્લા 2 વર્ષથી લિવઇન રિલેશનશિપમાં રહેતી મહિલાએ માંજલપુર પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ નિકુંજ આઝાદ અને પરિવાર પર અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
અનેક વાર દુષ્કર્મ કર્યાના આક્ષેપ
મહિલા ત્યકતા છે. તેણે નોંધાવેલી ફરિયાદ અનુસાર નિકુંજે સરકારી ક્વાર્ટર,ગોવા, અને અમદાવાદમાં તેના પર દુષ્કર્મ કર્યું હતું. ફાયર એકેડેમીની ટ્રેનિંગમાં ગોવા ગયા ત્યારે દુષ્કર્મ આચર્યું હતું સાથે સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું છે.
પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લઇ લગ્નની લાલચ આપી હતી
નિકુંજે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લઈ આ મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્નની લાલચ આપી ફુલહાર કરી લગ્નનું આશ્વાસન આપ્યું હતું, આ મામલે ન્યાય મેળવવા માંજલપુર પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જોકે નિકુંજ પોલીસ પકડ થી દુર છે.
યુવતી ફ્લેટ અને 50 લાખ માટે બ્લેકમેલ કરી રહી છે : નિકુંજનો પરિવાર
પોલીસ નિકુંજના પરિવારનું નિવેદન નોંધવા ગઈ ત્યારે નિકુંજની પત્ની અને નિકુંજના પિતાએ આ યુવતી પર આક્ષેપ કર્યા હતા કે આ યુવતી નિકુંજ સાથે લિવઈનમાં રહેતી હતી એ ઘર અને 50 લાખ રૂપિયા પડાવવા બ્લેકમેલ કરી રહી છે. ફુલહાર અંગે નિકુંજના પરિવારજનોએ કહ્યું કે એ મહિલાએ ઘરના વાસ્તુ પ્રસંગે નિકુંજને ફૂલનો હાર પહેરાવ્યો હતો.
નિકુંજને ઝડપી પાડવા ત્રણ ટીમ કામે લાગી
જો કે આ તમામ બાબતે સત્ય શું છે એ નિકુંજના પકડાયા બાદ જ બહાર આવશે. પોલીસે તપાસ તેજ કરી છે અને 3 ટિમ બનાવી નિકુંજ આઝાદને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ મહિલાનું મેડિકલ કરવામાં આવ્યું છે અને 164 મુજબ નિવેદન પણ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)