શોધખોળ કરો
Advertisement
નવાજુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ડિવોર્સ નથી ઇચ્છતી પત્ની આલિયા સિદ્દીકી, જણાવ્યું આવું કારણ
ગત વર્ષે મે મહિનામાં નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ નવાજુદ્દીન પર આરોપ લગાવતા ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું. તેમણે ડિવોર્સ માટે નોટિસ પણ આપી હતી જો કે હવે તેમને આ એક કારણના કારણે ડિવોર્સ આપવાનો વિચાર બદલી દીધો છે. શું છે કારણ જાણીએ...
નવાજુદ્દીન સિદ્દીકી પર તેમની પત્ની આલિયાએ અનેક ગંભીર આરોપ લગાવ્યાં હતા અને તેને ડિવોર્સ આપવા માંગતી હતી. જો કે હવે આલિયાએ ડિવોર્સનો વિચાર બદલી દીધો છે. આલિયા હવે તેમના પતિ નવાજુદ્દીન સિદ્દીકી સાથે રહેવા ઇચ્છે. અચાનક પત્નીનું હૃદય પરિવર્તન થઇ જતાં એબીપી ન્યુઝે આલિયા સાથે વાતચીત કરી હતી.
એબીપી ન્યુઝ સાથે વાતચીત કરતા નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદીકીએ કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી હું કોરોના વાયરસથી સંક્રમિત છું અને મારા મુંબઇના ઘરમાં ક્વોરોન્ટાઇ છું. આ સમય દરમિયાન તે મારી નાનામાં નાની વસ્તુનો ખ્યાલ રાખી રહ્યો છે અને નિયમિત ફોન કરીને તબિયત વિશે પણ પૂછતો રહે છે. તે એક સારા પતિ તરીકેને તમામ જવાબદારી બખૂબી નિભાવી રહ્યો છે. ઉપરાંત તે હાલ મારા બંને બાળકોનું પણ ધ્યાન રાખી રહ્યો છે. તે લખનઉમાં શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં પણ બંને બાળકોની દરેક જરૂરિયાતોનો ખ્યાલ રાખી રહ્યો છે, આ જોઇને હું ઇમ્પ્રેશ થઇ ગઇ છું. તેમના આ પરિવર્તનથી હું ખુદ દંગ રહી ગઇ છું. જો કે હું તેમના બદલાયેલા વર્તનથી ખૂબ જ ખુશ છું, આ વર્તનના કારણે જ મેં ડિવોર્સનો વિચાર માંડી વાળ્યો છે’
નોંધનિય છે કે, નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ ગત વર્ષે મે મહિનામાં નવાજુદ્દીન સિદ્દીકી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. આલિયાએ કહ્યું હતું કે,’ તે એક બેજવાબદાર પતિ અને પિતા છે. તે બાળકોની હંમેશા ઉપેક્ષા કરે છે. તેમની જરૂરિયાત માટે પૈસા પણ નથી આપતો’ જો કે નવાજુદ્દીન સિદ્દીકીના બદલાયેલવા વર્તનના કારણે પત્ની આલિયાએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું છે અને તે હવે પતિ નવાજુદ્દીન સિદ્દીકી સાથે રહેવા માંગ છે અને દરેક ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement