શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ સિંગરની પેમેન્ટને લઈ નેહા કક્કડે કર્યો મોટો ખુલાસો, જાણો
બોલીવૂડને ઘણા હીટ ગીત આપી ચૂકેલી સિંગર નેહા કક્કડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મુંબઈ: બોલીવૂડને ઘણા હીટ ગીત આપી ચૂકેલી સિંગર નેહા કક્કડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નેહા કક્કડે કહ્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંગરને ક્યારેક જ પૈસાની ચૂકવણી કરવામાં આવે છે.
નેહા કક્કડે કહ્યું, અમને બોલીવૂડમા ગાવાના બિલકુલ પૈસા નથી મળતા. કારણ કે, થાય છે એવું કે તેમને લાગે છે કે એક સુપર હિટ ગીત આવશે, તો સિંગર શોના માધ્યમથી પૈસાની કમાણી કરશે.
31 વર્ષની સિંગર નેહાએ કહ્યુ, મને લાઈવ કોન્સર્ટ અને અન્ય સ્થળેથી સારી રકમ મળી જાય છે, પરંતુ બોલીવૂડમાં એવું નથી. અમને ગીત ગાવાની ચૂકવણી નથી કરવામાં આવતી.
નેહાએ થોડા સમય પહેલા પોતાની સ્ટ્રગલની તસવીર ઈન્સટાગ્રામ પર શેર કરી હતી. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના જૂના ઘરની જ્યાં તેઓ ભાડે રહેતા અને પોતાના ઋષિકેશના નવા બંગલાની તસવીર શેર કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો નેહા હની સિંહ સાથે એક ગીત માસ્કો સુકામાં પોતાનો અવાજ આપશે. ગીત પંજાબી અને રૂસી ભાષાનું મિશ્રણ છે અને રુસી ભાગ એકાતેરિના સિજોવા ગાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement