શોધખોળ કરો
'દિલબર' ગીતના કારણે જાણીતી નોરા ફતેહીને મળી સલમાન ખાનની ફિલ્મ, જાણો

1/4

મુંબઈ: પોતાના ડાંસના કારણે લાખો દિલોને ઘાયલ કરનારી નોરા ફતેહીના હાથમાં એક મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. પોતાના ગીત 'દિલબર દિલબર'ના કારણે તમામ લોકોના દિલ જીતી ચુકી નોરા ફતેહીના હાથમાં હવે સલમાન ખાનની ફિલ્મ 'ભારત' આવી છે. રિપોર્ટ્સની જાણકારી મુજબ નોરા ફતેહીને સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં એક ગીત ઓફર કરવામાં આવ્યું છે.
2/4

નોરા ફતેહીનું ગીત દિલબર દિલબર યૂટ્યૂબ પર જોરદાર વાયરલ થયું છે. જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં એક્ટ્રેસ સુષ્મિતા સેનના સુપરહિત ગીત દિલબર દિલબર પર નોરાએ ડાંસ કર્યો છે. આ ગીતમાં નોરાનો ખૂબ જ સિજલિંગ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ગીતને નેહા કક્કરે અવાજ આપ્યો છે.
3/4

આ ગીત યૂટ્યૂબ પર ટ્રેંડ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 10 કરોડથી પણ વધારે વખત જોવામાં આવ્યું છે.
4/4

આ ગીત સાથે સંકળાયેલી વધારે વિગતો સામે નથી આવી, પરંતુ બોલીવુડ લાઈફ ડૉટ કોમની રિપોર્ટ મુજબ નોરા ફતેહીને ફિલ્મ 'ભારત'માં એક ગીત માટે ફાઈનલ કરવામાં આવી છે. હાલ રિપોર્ટમાં એ ફાઈનલ નથી કે આ ગીતમાં નોરા સાથે સલમાન ખાન ઠુમકા લગાવતા જોવા મળશે કે નહી.
Published at : 17 Jul 2018 08:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement
