કરણી સેના દ્વારા અનેક મલ્ટીપ્લેક્સ પર હુમલા બાદ ગુજરાતના થિયેટર એસોસિએશને ફિલ્મની સ્ક્રીનિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ દેશના અન્ય કેટલાક મોટા મોટા શહરોમાં ફિલ્મનું સ્ક્રીનિંગ થવા જઈ રહ્યું છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ સાઈટ પર આ શહરોના નામ આપવામાં આવ્યા છે જ્યાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
3/5
જણાવી દઈએ કે ગુજરાત અને રાજસ્થાન સિવાય હિમાચલ અને હરિયાણામાં પણ ફિલ્મ પર પ્રતિબંધ કરવાની ચર્ચા હતી પણ ઓનલાઈન ટિકીટ બુકિંગમાં હરિયાણા રાજ્યના ફરિદાબાદ, હિસાર, રોહતક જેવા શહેરોમાં પદ્માવતના શૉની સારી એવી એડવાન્સ બુકિંગ ચાલુ છે.
4/5
ફિલ્મના ટ્વિટર હેન્ડલ પર પણ ફિલ્મની એડવાન્સ બુકિંગ માટે લિંક શેર કરવામાં આવી રહી છે અને ચાહકોને રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 24 જાન્યુઆરીઅ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બુક કરાવવા માટે જાણકારી પણ આપવામાં આવી છે. ફિલ્મની સ્ક્રીનિંગને લઈને ચાહકો ખૂબજ ઉત્સાહમાં નજર આવી રહ્યા છે.
5/5
નવી દિલ્લી: સંજય લીલા ભંણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતને રિલીઝ થવાના હવે માત્ર ચાર દિવસ બાકી છે. ત્યારે ફિલ્મને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારમાં ફિલ્મનો વિરોધ યથાવત છે. પરંતુ જે શહેરોમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે તેના માટે ધડાધડ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે.