શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા પિંક ડ્રેસ પહેરીને ઇડન ગાર્ડન પહોંચી નુસરત જહાં
ઈડન ગાર્ડન ખાતે નુસરત સાથે તેમના પતિ નિખિલ જૈન પણ મેચ જોવા આવ્યા હતા.આ સિવાય બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટ ફેન્સમાં પણ ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. ત્યારે એક્ટ્રેસ અને લોકસભા સાંસદ નુસરત જહાં પણ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટના પ્રથમ દિવસે પિંક ડ્રેસમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરતા જોવા મળ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ઈડન ગાર્ડન ખાતે નુસરત સાથે તેમના પતિ નિખિલ જૈન પણ મેચ જોવા આવ્યા હતા. વર્ષ 2019માં નુસરત અને નિખિલે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, હમણા જ નુસરત જહાંને કોલકતાની અપોલો હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે નુસરતને અસ્થમાં એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. જો કે તે અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે.
પ્રથમ દિવસે ભારતીય બોલરોએ પિંક બોલ સાથે રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશની ટીમને પ્રથમ ઇનિંગમાં 30.3 ઓવરમા 106 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવ 3 અને શમીએ 2 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion