નોંધનીય છે કે બોલિવૂડથી દૂર રહેલી પ્રિતી ઝિન્ટા આઈપીએલમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. જોકે, આઈપીએલ પછી હાલ તે ભારતથી દૂર અમેરિકામાં પતિ સાથે રહે છે.
2/5
હકીકતમાં પ્રિતીએ શૅર કરેલી આ તસવીરમાં તેણે જે ડ્રેસ પહેરેલો છે. તેમાં બિકીની પ્રિન્ટ કરી છે. પ્રિતી આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા પ્રિતીના પ્રેગ્નન્ટ હોવાના ન્યૂઝ પણ સામે આવ્યાં હતાં. જોકે, પ્રિતીએ આ વાતને અફવા ગણાવી હતી.
3/5
અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ તસવીર શૅર કરતાં પ્રિતી ઝિન્ટાએ લખ્યું હતું કે, ’ખુશીસભર ચાર જુલાઈની દરેકને શુભકામનાઓ. મને મારા નવા ઘર સાથે પ્રેમ છે, જે ઘરથી દૂર છે. પતિએ મને નવી અમેરિકન બિકીની અપાવી છે. મને લાગે છે કે આજે જ પહેરવી સારી રહેશે.’
4/5
હાલ પ્રિતી અમેરિકામાં છે. પ્રિતી તેના પતિ જીન ગુડઈનફ સાથે પણ અવારનવાર જોવા મળે છે. હવે તેના પતિએ પ્રિતીને અમેરિકન બિકીની જેવો ડ્રેસ ગિફ્ટમાં આપ્યો હતો. જે પહેરીને પ્રિતી ઝિન્ટાએ તસવીર શૅર કરી હતી.
5/5
નવી દિલ્હીઃ પ્રીતિ ઝિન્ટા લાઈમ લાઈટ અને ફિલ્મોથી તો દૂર રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કોઈને કોઈ તસવીર અને વીડિયો પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે. હવે પ્રીતિ વધુ એક તસવીરને કારણે ચર્ચામાં આવી છે.