શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલો: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, જાણો વિગત
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ ઓલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિએશને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવી દિધો છે. સંગઠને એક પત્ર જાહેર કરતા કહ્યું કે પ્રતિબંધ બાદ પણ જો કોઈ સંગઠન પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો AICWA તેમને પ્રતિબંધ કરશે અને તેમની સામે કડક કાર્યવાહી કરશે. આ સાથે જ એસોસિએશને આ પત્રમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે.
ઉલ્લેખનીય છે કે સીઆરપીએફ પર આતંકી હુમલા બાદ બોલીવૂડમાં પાકિસ્તાની કલાકારોના કામ પર રોક લગાવવાની માંગ ઉઠી રહી હતી. ત્યરબાદ સિને વર્કસે આ નિર્ણય કર્યો છે. આ પહેલા 15 ફેબ્રુઆરીએ ટી-સીરીઝે પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનના એક ગીતને લોન્ચ કરવાનું હતું પરંતુ કંપનીએ પોતાના યૂટ્યૂબ ચેનલની સાથે પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સિંગરના વીડિયો હટાવી દિધા છે. વાંચો: પુલવામા હુમલોઃ અજય દેવગને કરી મોટી જાહેરાત, પાકિસ્તાનમાં નહીં રિલીઝ કરે ‘ટોટલ ધમાલ’ ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને બોલીવૂડમાં કામ ન કરવાની ધમકી આપી હતી. મનસેના કાર્યકર્તાઓએ ટી-સીરીઝ, સોની મ્યૂઝિક, વીનસ, ટિપ્સ મ્યૂઝિકને પણ પાકિસ્તાની ગાયકો સાથે કામ ન કરવાનું કહ્યું છે.All India Cine Workers Association announce a total ban on Pakistani actors and artists working in the film industry. #PulwamaAttack pic.twitter.com/UPCWC5LFAk
— ANI (@ANI) February 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement