Pushpa 2 Box Office: પુષ્પા ઝુકવા તૈયાર નહિ 41માં દિવસે પણ કરોડોનો કારોબાર, કુલ 1223 કરોડની કમાણી
Pushpa 2 Box Office:સુકુમાર દ્વારા નિર્દેશિત 'પુષ્પા 2' ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક એવી ફિલ્મ બની છે જેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. બોલિવૂડ કે સાઉથની કોઈ ફિલ્મ 'પુષ્પા 2' સામે ટકી શકી નથી.
Pushpa 2 Box Office Collection Day 41: ‘પુષ્પા 2’ ઉર્ફે ‘પુષ્પાઃ ધ રૂલ’ એ રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. આ ફિલ્મ દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ એક્શન થ્રિલર રિલીઝના પહેલા દિવસથી જ કરોડોની કમાણી કરી રહી છે. જોકે હવે તેના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેની પકડ મજબૂત છે. ચાલો જાણીએ કે 'પુષ્પા 2' એ તેની રિલીઝના 41મા દિવસે એટલે કે છઠ્ઠા મંગળવારે કેટલું કલેક્શન કર્યું છે?
'પુષ્પા 2' એ 41મા દિવસે કેટલી કમાણી કરી?
સુકુમાર દ્વારા નિર્દેશિત 'પુષ્પા 2' ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક એવી ફિલ્મ બની છે જેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. બોલિવૂડ કે સાઉથની કોઈ ફિલ્મ 'પુષ્પા 2' સામે ટકી શકી નથી. તેણે બધાને અવગણ્યા છે અને નંબર 1 ફિલ્મનો ટેગ લીધો છે. 'પુષ્પા 2'ને રિલીઝ થયાને 41 દિવસ થઈ ગયા છે અને તેણે કરોડોની અધધ કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન ઘણી ફિલ્મો આવી અને ગઈ પરંતુ 'પુષ્પા 2'ની ગતિ અટકી નહીં. જો કે તેની કમાણીનો ગ્રાફ હવે ઘણો નીચે આવી ગયો છે, પરંતુ તે હજુ પણ કરોડોમાં કલેક્શન કરી રહ્યું છે.
ફિલ્મની કમાણીની વાત કરીએ તો 'પુષ્પા 2'નું પહેલા સપ્તાહનું કલેક્શન 725.8 કરોડ રૂપિયા હતું.
'પુષ્પા 2' એ બીજા સપ્તાહમાં 264.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું
ત્રીજા સપ્તાહમાં 'પુષ્પા 2'ની કમાણી 129.5 કરોડ રૂપિયા હતી.
ચોથા સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન 69.65 કરોડ રૂપિયા હતું.
પાંચમા સપ્તાહમાં 'પુષ્પા 2'નો બિઝનેસ 25.25 કરોડ રૂપિયા હતો.
ફિલ્મે 37માં દિવસે 1.15 કરોડ રૂપિયા, 38માં દિવસે 2 કરોડ રૂપિયા, 39માં દિવસે 2.35 કરોડ રૂપિયા અને 40માં દિવસે 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
હવે 'પુષ્પા 2'ની રિલીઝના 41મા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'પુષ્પા 2' એ તેની રિલીઝના 41માં દિવસે 1.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
આ સાથે 41 દિવસમાં 'પુષ્પા 2'ની કુલ કમાણી હવે 1223 કરોડ રૂપિયા થઈ ગઈ
શું 'પુષ્પા 2' 1250 કરોડનો આંકડો પાર કરી શકશે?
‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મ રિલીઝના છઠ્ઠા સપ્તાહમાં છે અને હજુ પણ તે કરોડોની કમાણી કરી રહી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ રિલીઝના દોઢ મહિના પછી પણ દર્શકોની ફેવરિટ છે અને દર્શકોને થિયેટરોમાં આકર્ષવામાં સફળ રહી છે. ફિલ્મની કમાણીની ગતિ બેશક ધીમી પડી છે પરંતુ લાગે છે કે તે 1250 કરોડનો આંકડો પાર કરી જશે. જોકે, સાતમા વીકએન્ડ સુધી 'પુષ્પા 2' કેટલો બિઝનેસ કરી શકે છે તે જોવું રહ્યું.