શોધખોળ કરો
પતિના સવાલો પર રાખી સાવંતે કર્યો મોટો ખુલાસો, સોશિયલ મીડિયા પર પતિનો ફોટો કર્યો શેર
રાખીએ જે ડબ્લ્યૂ મેરિયટમાં એનઆરઆઈ રિતેશ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રાખી પતિને લઈ કંઈકને કંઈક જાણકારી આપી રહી છે.
નવી દિલ્હીઃ રાખી સાવંતે સીક્રેટ લગ્ન કરી લીધા છે, પરંતુ તેનો પતિ હજુ સુથી સામે આવ્યો નથી. રાખીના સીક્રેટ લગ્ન ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યા છે. રાખી સાવંતે પોતાના પતિ વિશેની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે, પરંતુ એ નથી જણાવ્યું કે એનો પતિ કોણ છે. તેણે એક વીડિયો સાથે કેટલીક તસવીર શેર કરી ચે અને પોતાના ફેન્સને પૂછ્યું કે તેનો પતિ કોણ છે?
રાખીએ જે ડબ્લ્યૂ મેરિયટમાં એનઆરઆઈ રિતેશ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રાખી પતિને લઈ કંઈકને કંઈક જાણકારી આપી રહી છે. રાખીએ જાહેર કર્યું હતું કે તેના પતિ સાથે બિગ બોસની સીઝન 13માં એન્ટ્રી કરશે. રાખીએ 28 જુલાઈએ લગ્ન કર્યા હતા.
રાખીએ તેના પતિને ગુડ લુકિંગ અને હેન્ડસમ બતાવ્યો છે. આજે રાખીએ રિતેશને લઈ જાણકારી શેર કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. રાખીએ વીડિયોમાં કહ્યું, જેવી રીતે તેના પ્રશંસક ઉત્સુક છે રિતેશની એક ઝલક મેળવવા માટે, તો હું તેની જાણકારી આપી રહી છું. રાખીએ કેટલાક લોકોના ફોટા શેર કર્યા અને પોતાના ફેન્સને અંદાજો લગાવા માટે કહ્યું કે તેમાંથી તેનો પતિ કોણ છે. રાખીએ આ પહેલા એક વીડિયો શેર કર્યો હતો અને બતાવ્યું કે રિતેશ સાથે સતત વાત નથી થતી. તેણે જણાવ્યું કે રિતેશે યુકેમાં નવું ઘર ખરીદ્યું છે, અને તેનો ગૃહપ્રવેશ થયો છે. રાખી સાવંત અત્યારે યુકેમાં છે અને તેના પતિ સાથે સમય પસાર કરી રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement