રિપોર્ટ્સ અનુસાર, રણબીરની 'સંજુ'એ 14માં દિવસની કમાણી બાદ 295 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. 'સંજુ' ફિલ્મ પહેલા અઠવાડિયે શુક્રવારે 34.75 કરોડ, શનિવારે 38.60 કરોડ, રવિવારે 46.71 કરોડ અને સોમવારે 25.35 કરોડ, મંગળારે 22.10 કરોડ, બુધવારે 18.90 કરોડ અને ગુરુવારે 16.10 કરોડ રૂપિયા રહી.
2/6
3/6
4/6
'સંજુ' શુક્રવારે 300 કરોડના ક્લબમાં સામેલ થઇ જશે. જો આમ થશે તો રણબીરની પહેલી ફિલ્મ હશે જે આટલી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે.
5/6
વળી બીજા અઠવાડિયે શુક્વારની કમાણી 12.90 કરોડ, શનિવારે 22.02 કરોડ, રવિવારે 28.05, સોમવારે 9.25 કરોડ, મંગળવારે 8 કરોડ, બુધવારે 6.90 કરોડ રહી હતી. વળી ગુરુવારે આ ફિલ્મનું કલેક્શન મીલાવીને 295 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.
6/6
નવી દિલ્હીઃ રણબીર કપૂરની 'સંજુ'ની બૉક્સ ઓફિસ પર બીજા અઠવાડિયાના અંત સુધી પકડ થોડી નરમ પડી છે. પણ આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થવામાં થોડાક સ્ટેપ દુર છે. આ ફિલ્મ કલેક્શનમાં પહેલા અઠવાડિયાની સરખામણીમાં બીજા અઠવાડિયામાં ઘટાડો આવ્યો છે, છતાં ફિલ્મ કમાણીના મામલે બૉલીવુડમાં સ્પીડમાં દેખાઇ રહી છે. 14 દિવસના કલેક્શને પણ રેકોર્ડ તોડ્યા છે.