Krishnam Rajuv Death: પ્રભાસના કાકા, દિગ્ગજ અભિનેતાનું નિધન, ઇન્ડ્રસ્ટ્રીમાં શોકની લહર
તેલુગુ ફિલ્મના દિગ્ગજ અભિનેતા અને અભિનેતા પ્રભાસના કાકા કૃષ્ણમ રાજુનું આજે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે. આ સમાચારથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. ફિલ્મ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા કૃષ્ણમ રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
તેલુગુ ફિલ્મના દિગ્ગજ અભિનેતા અને અભિનેતા પ્રભાસના કાકા કૃષ્ણમ રાજુનું આજે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે. આ સમાચારથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. ફિલ્મ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા કૃષ્ણમ રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મનોજ મંચુએ કૃષ્ણમ રાજુની જૂની તસવીર પોસ્ટ કરી "આ સાચું ન હોઈ શકે. આવા મહાન માનવી અમે તમને ખૂબ જ યાદ કરીશું. ફિલ્મ ઉદ્યોગ અને સમાજમાં તમારું યોગદાન કાયમ રહેશે. ઓમ શાંતિ #KrishnaMarajuGaru. અમે તમને "હંમેશા યાદ કરતાં રહીશું"
This can’t be true. Such a great human being 🙏🏼 we will miss you dearly sir. Ur contribution to the film industry and the society Wil live on forever and ever. Om Shanti #KrishnamRaju garu. We will love you forever🙏🏼 pic.twitter.com/RwgAFG8GaM
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2022
અભિનેત્રી અનન્યા નાગલ્લાએ ટ્વીટ કર્યું, "ખરેખર આઘાતજનક... વિશ્વાસ કરવો મુશ્કેલ... ભગવાન આપના આત્માને શાંતિ આપે” જો કે બાદ આ એક્ટ્રેસે ટ્વીટ ડિલીટ કરી દીધું છે.
A Legend Has left us… A man with a Heart of Gold.. Rest in Peace sir 🙏🏽🙏🏽🙏🏽 will miss your Presence and Motivational words always… @UVKrishnamRaju #KrishnamRaju 🙏🏽 pic.twitter.com/0a4bhAik0r
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2022
શનિવાર, 10 સપ્ટેમ્બરના રોજ, કૃષ્ણમ રાજુની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા ઉપ્પલાપતિ વેંકટ જે ઇન્ડસ્ટ્રીમાં ક્રિષ્નામ રાજુના નામથી જાણીતા છે.
અભિનેતાએ તેની કારકિર્દીમાં 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં જીવન તરંગલુ, મન વૂરી પાંડવુલુ, અંતમા થેરપુ, અમરા દીપમ, તંદ્રા પાપરયુડુ અને પલનાટી પૌરુષમ જેવી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. તે છેલ્લે તેના ભત્રીજા પ્રભાસ સાથે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'રાધે શ્યામ'માં જોવા મળ્યાં હતા. અભિનેતા પ્રભાસ તેના કાકા કૃષ્ણમ રાજુની ખૂબ જ નજીક હતો. બંને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત હતું.