શોધખોળ કરો
Advertisement
સુશાંત મૃત્યુ કેસમાં નવા પાત્ર 'જયા સાહા'ની એન્ટ્રી, જાણો રીયા ચક્રવર્તી સાથે છે શું સંબંધ ? બંને વચ્ચે શું થઈ હતી ચેટ ?
રિયા અને જયા સાહા વચ્ચેની ચેટ સામે આવી છે જે 28 નવેમ્બર 2019ની છે.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીના વોટ્સએપ ચેટથી માત્ર મોટા ખુલાસા જ નથી થયા પરંતુ આ સમગ્ર મામલે નવો વળાંક પણ આવ્યો છે. રિયા ચક્રવર્તીના ડિલીટ કરવામાં આવેલ વ્હોટ્સએપ ચેકને ઈડીએ રીટ્રીવ કર્યા છે. બુધારે આ મામલે ઈડીએ રિયા ચક્રવર્તીના ટેલેન્ટ મેનેજર જયા સાહાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
રિયાના કેટલાક મેસેજ સામે આવ્યા છે જેમાં તેણે નવેમ્બર 2019માં ટેલેન્ટ મેનેજમેન્ટ કર્મચારી જયા સાહા અને કથિત ડ્રગ ડીલર ગૌરવ આર્યા સાથે ચેટમાં કથિત રીતે સુશાંતને ડ્રગ આપવાની વાત કહી છે.
રિયા અને જયા સાહા વચ્ચેની ચેટ સામે આવી છે જે 28 નવેમ્બર 2019ની છે. તેમાં રિયાને જયા કહે છે, “મેં તેને શ્રૃતિ સાથે કો-ઓર્ડિનેટ કરવા માટે કહ્યું છે.” બીજી ચેટમાં રિયા કહે છે. “થેંક્યું સો મચ.” તેના જવાબમાં જયા કહે ચે. “નો પ્રોબ્લેમ બ્રો, આસા છે કે આ મદદગાર હશે. ”
એક અન્ય ચેટ પણ 25 નવેમ્બર 2019ની છે. આ ચેટમાં રિયા ચક્રવર્તીને જયા કહે છે, ‘ચા, કોપી અથવા પાણીમાં 4 ટીપાં નાંખી અને તેને પીવડાવી દે. અસર જોવા માટે 30-40 મિનિટ રાહ જોવી.’ ત્યાર બાદની ચેટ સેમ્યુઅલ મિરાંડા અને રિયા વચ્ચેની છે.
નોંધનીય છે કે, તપાસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક ડ્રગ ડીલરના સંપર્કમાં હતી. આ મામલાની આગળની તપાસ માટે ઇડીએ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (એનસીબી) પાસે મદદ માંગી છે.
ઇડીના એક ઉચ્ચ પદાધિકારી સુત્રએ જણાવ્યુ કે, નાણાંકીય તપાસ એજન્સીએ એનસીબીને લેટર લખ્યો છે, જેમાં ડ્રગ એન્ગલની તપાસ માટે સહયોગ માંગ્યો છે. ઇડી એ જાણવા ઇચ્છતી હતી કે શું સુશાંત સિંહના મોત મામલે કોઇ ડ્રગ એન્ગલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement