શોધખોળ કરો
સૈફ અલી ખાનના જન્મદિવસ પર ફિલ્મ 'લાલ કપ્તાન'નું ટીઝર રિલીઝ, જુઓ વીડિયો
આ ફિલ્મનું નિર્દેશન નવદીપ સિંહે કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે દીપક ડોબ્રિયાલ અને માનવ વિજ જોવા મળશે. ફિલ્મ આ વર્ષે દશેરા પર રિલીઝ કરવામાં આવશે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાનના 49માં જન્મ દિવસ પર તેની આગામી ફિલ્મ 'લાલ કપ્તાન'નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં સૈફ નાગા સાધૂના રોલમાં જોવા મળશે. આજે સૈફ અલી ખાનના જન્મદિવસ પર તેની ફિલ્મનુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
ઈરોસ એન્ટરટેનમેન્ટ તરફથી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 40 સેકન્ડના આ ટીઝરમાં સૈફ અલી ખાન જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. નાગા સાધૂની ભૂમિકામાં જોવા મળી રહેલો સૈફ પોતાના માથા પર રાખ લગાવતો જોવા મળી રહ્યો છે. 40 સેકન્ડના આ ટીઝરમાં સૈફ અલી ખાને માત્ર એક જ ડાયલોગ બોલ્યો છે. જેમાં સૈફ કહેતો જોવા મળી રહ્યો છે, 'હર રામ કા અપના રાવણ, હર રામ કા અપના દશહરા. આ ફિલ્મનું નિર્દેશન નવદીપ સિંહે કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે દીપક ડોબ્રિયાલ અને માનવ વિજ જોવા મળશે. ફિલ્મ આ વર્ષે દશેરા પર રિલીઝ કરવામાં આવશે.Har Ram Ka Apna Raavan, Har Ram Ka Apna Dussehra. Presenting #SaifAliKhan in and as Laal Kaptaan. Directed by @nopisingh, the hunt will begin on 11th October 2019.#ErosNow @aanandlrai @zyhssn @deepakdobriyal #ManavVij @cypplOfficial @ErosIntlPlc #HappyBirthdaySaifAliKhan pic.twitter.com/qF8Epfd9uu
— Eros Now (@ErosNow) August 16, 2019





















