શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટર પર લાગ્યો હિન્દુ લાગણીઓ દુભાવવાનો આરોપ, ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાની માગ
સુનીલે સવાલો કર્યા કે, શું તે મુલ્લા-મૌલવી અને ફાધર-બિશપને આ રીતે નાચતા દેખાડવાની હિમ્મત કરશે ખરા?
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 રિલીઝ પહેલા વિવાદોમાં ફસાઈ ગઈ છે. હિન્દુ જનદાગૃતિ સમિતિએ કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ફિલ્નું સર્ટિફિકેટ આપવું ન જોઈએ. સમિતિએ કહ્યું કે, ફિલ્મનું ટાઈટલ સોંગ હુડ હુડ દબંગમાં હિન્દુ ભાવનાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
હિન્દુ જનજાગૃતિ સમિતિના મહારાષ્ટ્ર અને ઝારખંડના આયોજક સુનીલ ઘંવાતે આ કેસ પર નિવેદન આપતાં કહ્યું કે, દબંગ-3ના ગીત હુડ હુડ દબંગમાં ઋષિઓને નીચા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ગીતમાં સલમાન ઋષિઓ સાથે આપત્તિજનક ડાન્સ કરી રહ્યો છે. કે જેના લીધે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
સુનીલે સવાલો કર્યા કે, શું તે મુલ્લા-મૌલવી અને ફાધર-બિશપને આ રીતે નાચતા દેખાડવાની હિમ્મત કરશે ખરા? પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ મામલે સલમાન ખાન કે પછી ગીતના મેકર્સનું કોઈ બયાન આવે છે કે કેમ. ઉલ્લેખનીય છે કે દબંગ-3 20 ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રીલિઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement