શોધખોળ કરો
Advertisement
સલમાન ખાને જાહેરમાં આ એક્ટ્રેસ સાથે કરી આવી હરકત, આવું તો કોઈ પત્ની માટે પણ ન કરે!
આ ઈવેન્ટમાં કેટરીના સાડી પહેરીને આવી હતી, જ્યાં તેની સાડી ખરાબ થઈ તો સલમાન નીચે વળીને તે ઠીક કરવા લાગ્યો. સલમાન અને કેટરીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
નવી દિલ્હીઃ સલમાન ખાન અને કેટરીના કૈફ પોતાની નવી ફિલ્મ ભારતને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનાં નવાં ગીત લોન્ચિંગ માટેએક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં ફિલ્મની લીડ એક્ટર સલમાન ખાન અને કેટરીના કૈફ પહોંચ્યા હતા.
આ ઈવેન્ટમાં કેટરીના સાડી પહેરીને આવી હતી, જ્યાં તેની સાડી ખરાબ થઈ તો સલમાન નીચે વળીને તે ઠીક કરવા લાગ્યો. સલમાન અને કેટરીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરને લઈને ફેન્સ પણ અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે.
આ ઈવેન્ટ દરમિયાન કેટરીનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે તે જાણી જોઈને સલમાનના ઈન્સ્ટાગ્રામ પરની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતી નથી. જે બાદ સલમાને મજાક કરતાં કહ્યું કે, ‘તો પછી તું કોની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરે છે’.
આ વાત સૌ કોઈ જાણે છે કે કેટરીના દબંગ ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. બ્રેકઅપ બાદ પણ બંનેનું આવું બોન્ડિંગ જોઈને ફેન્સ પણ ખુશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement