શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસને પોતાની 309મી ગર્લફ્રેન્ડ બનાવવા માગે છે સંજય દત્ત, જાણો કેમ
સંજૂ બાબાએ જણાવ્યું કે ફિલ્મમાં કૃતિ સેનનનો અભિયનય ઘણો ગમ્યો હતો.

મુંબઈઃ અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત પાણીપત ફિલ્મમાં નજર આવવાના છે. આ મૂવી 6 ડીસેમ્બરનાં રોજ રીલીઝ થશે. ફિલ્મની સ્ટારકાસ્ટ હાલમાં જોર-શોરથી પ્રમોશન કરી રહી છે. ટેલીવિઝન પર આવતા અલગ અલગ શો પર જઈને ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્મા શોમાં આવવાની છે જ્યાં ખુબ મસ્તી કરતા દેખાશે. એક રિપોર્ટ અનુસાર શોમાં કપિલે સંજયને તેમની 308 ગર્લફ્રેન્ડસ વિશે પૂછ્યું તેનો ઉલ્લેખ સંજયની બાયોપિક સંજૂમાં થયો ત્યાર પછી સંજય જણાવ્યું કે હવે આ ગણતરી વધશે કારણકે તેઓ કૃતિની પરફોમન્સથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ તેમની 309ની ગર્લ્ડફ્રેન્ડ બનાવવા વિશે વિચારી રહ્યા છે. સંજૂ બાબાએ જણાવ્યું કે ફિલ્મમાં કૃતિ સેનનનો અભિયનય ઘણો ગમ્યો હતો. ત્યારે આ વાત પર કૃતિ સેનનનું રિએક્શન સામે આવ્યું નથી તે પછીનાં એપિસોડમાં ખબર પડશે. નોંધનીય છે કે મૂવીમાં સંજય દત્ત, કૃતિ સેનન અને અર્જુન કપૂર પ્રમુખ ભૂમિકામાં છે. આ ફિલ્મ આશુતોષ ગોવારકરે બનાવી છે, આશુતોષની ફિલ્મ લોકોને ખુબ પસંદ આવે છે. ફિલ્મનું બજેટ 70 કરોડનું છે જેની સામે એક રીપોર્ટ અનુસાર આ ફિલ્મ પ્રથમ દિવસે 8 કરોડનો કારોબાર કરી શકે છે.
વધુ વાંચો





















