શોધખોળ કરો
Advertisement
શાહરૂખને સિગારેટ પીવા બદલ ખખડાવતાં આ એક્ટ્રેસનું થયું નિધન, જાણો શાહરૂખે શું કહ્યું ?
કિશોરી બલાલે 2004માં આવેલી સ્વદેશ ફિલ્મમાં કાવેરી અમ્માની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કાવેરી અમ્મા સાથે શાહરુખની શાનદાર બોન્ડિંગ જોવા મળી હતી.
મુંબઈઃ બોલિવૂડ અને સાઉથ સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ કિશોરી બલ્લાલનું નિધન થયું છે. કિશોરી બલ્લાલને એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશમાં તેમની કાવેરી અમ્માની ભૂમિકા ભજવવા માટે ઓળખાય છે. તેમના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. કિશોરી બલ્લાલ લાંબા સમયથી બીમાર હતા. તેમણે બેંગલુરુની હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની જાણકારી બોલિવૂડના નિર્માતા-નિર્દેશ આશુતોષ ગોવારિકરે આપી હતી. શાહરુખે પણ દુખ વ્યક્ત કરતા ટ્વિટર પર ભાવુક પોસ્ટ કરી છે .
શાહરૂખ ખાને કાવેરી અમ્માને યાદ કરતા એક ટ્વિટ કરીને કહ્યું કે, “ભગવાન તેમની આત્માને શાંતિ આપે. કિશોરી અમાની ખૂબ યાદ આવશે. ખાસ કરીને, તેઓ જે રીતે મને સ્મોકિંગ કરવા પર ટોકતી હતી. ”
કિશોરી બલાલે 2004માં આવેલી સ્વદેશ ફિલ્મમાં કાવેરી અમ્માની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કાવેરી અમ્મા સાથે શાહરુખની શાનદાર બોન્ડિંગ જોવા મળી હતી. આ ફિલ્મ શાહરુખ ખાનના કેરિયરની સફળ ફિલ્મોમાની એક છે. આશુતોષ ગોવારિકરે ટ્વીટર પર કિશોરી બલ્લાની અનેક તસવીર શેર કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી. કિશોલી બલ્લાને શ્રદ્ધાંજલિ આપતા તેમણે ટ્વિટર પર લખ્યું, “હૃદયવિદારક. કિશોરી બલ્લાલજીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. કોશોરી જી, તમે તમારા દયાળુ, ઉદાર અને મિલનસાર વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવશે. સ્વદેશમાં તમારી કાવેરી અમ્મીવાળી ભૂમિકા યાદ રહેશે. તમે યાદ આવશો.’ તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ અને કોશીરી બલ્લાના ફેન્સ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.May her soul rest in peace. Kishori ‘Amma’ will be sorely missed. Especially how she used to reprimand me for smoking. May Allah look after her. pic.twitter.com/E8UGZMZ0Zj
— Shah Rukh Khan (@iamsrk) February 19, 2020
જણાવી દઈએ કે , કિશોરીએ કન્નડ ફિલ્મોમાં શાનદાર અભિનય પાથર્યો છે. તેમણે Kahi, કેરી ઑન મરાઠા, અય્યા, લફંગે પરિંદ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.HEARTBROKEN! ???? Terribly sad about the passing away of #KishoriBallal ji!! Kishori ji... you will be remembered for your generously kind, warm and affable persona! And your unforgettable performance as #Kaveriamma in #Swades !! You will surely be missed!! ????♂️ pic.twitter.com/DIAlnhLOgu
— Ashutosh Gowariker (@AshGowariker) February 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement