ત્યારબાદ રૉકીએ ત્રીજુ ટ્વીટ કરીને લખ્યું, ચાલો હવે અંદરોઅંદર અમારી નિંદા કરો અને ખુશ રહો, જેમ કે તમે કરી શકો છો. સારી જિંદગી જીવો. ડિયર ટ્રૉલ્સ, અમે અસલમાં તમારી ઉપર અને તમારી ખરાબ કૉમેન્ટ વાંચીને હસીએ છીએ.
4/7
રૉકી અહીં જ ના રોકાયો. રૉકીએ બીજી એક ટ્વીટ કરીને લખ્યું, તમારા આઇડલ અને તેના મીડિયા હેન્ડલર્સ નફરત અને દૂર્વ્યવહારને પ્રમૉટ કરી રહ્યાં છે. જેમ કે આ હજુ સુધી બિગ બૉસ 11 ચાલી રહ્યું છે. તમારા ગુનાઓને છુપાવવા માટે હવે કોઇ પડદો નથી. હવે એ શરૂ ના કરો કે કોણ પ્રમૉશન ઇચ્છે છે અને કઇ રીતે.
5/7
રૉકીએ આગળ લખ્યું, બકવાસ, તર્ક અને તુલનાઓ અને ગાળાગાળીનો વરસાદ થઇ રહ્યો છે, પણ આવી નીચ હરકતોથી અમને કંઇજ ફરક નથી પડતો. તમે તમારા આઇડલને પસંદ કરો. જેને હજુ પણ કંઇજ સમજ નથી અને જેનો આ મુદ્દે કોઇ સેન્સિબલ સ્પષ્ટીકરણ નથી.
6/7
હિના ખાનના બૉયફ્રેન્ડ રૉકીએ શિલ્પાના ફેન્સને ધમકી આપવા પર આડેહાથે લીધો. રૉકીએ એક બાદ એક ઘણાબધા ટ્વીટ કર્યા. રૉકીએ ટ્વીટ કરીને લખ્યું કે- ગંદકી છુપાવવા માટે તમે બધી જગ્યાએ ગંદકી ફેલાવી રહ્યાં છો, તેમનાથી આશા પણ બસ આ જ હતી.
7/7
નવી દિલ્હીઃ બિગ બૉસ 11ની વિનર શિલ્પા શિંદે અને રનરઅપ હિના ખાનની વચ્ચે ઘરેથી શરૂ થયેલી લડાઇ બહાર આવીને પણ બંધ નથી થઇ. બિગ બૉસના ઘર પછી કેટફાઇટ સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે. બન્નેની લડાઇની વચ્ચેના ફેન્સ પણ ઉતરી આવ્યા છે. આ લડાઇની વચ્ચે એક ફેને હિનાને તેનો MMS વાયરલ કરવાની ધમકી આપી દીધી છે.