શોધખોળ કરો
Advertisement
સોનમ કપૂરનું ટ્વિટ થયું વાયરલ, લખ્યું- રૂઢિવાદીઓ માટે વોટ ન કરો, કારણકે......
સોનમ કપૂરે આ ટ્વિટ પાકિસ્તાન સ્થિત શીખ સમુદાયના પવિત્ર સ્થળ ગુરુદ્વારા નનકાના સાહિબ પર પથ્થરમારા બાદ કર્યુ છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તેની પોસ્ટ ઘણી વખત વાયરલ પણ થાય છે. તે સામાન્ય રીતે સામાજિક મુદ્દા પર ખૂબ જ ઓછી ટ્વિટ કરે છે પરંતુ તાજેતરનું તેનું એક ટ્વિટ કંઈક આ તરફ ઈશાદો કરી રહ્યું છે.
સોનમ કપૂરે તેના ટ્વિટમાં લખ્યું , "હે દુનિયા, એક નાની સલાહ છે. રૂઢિવાદીઓ માટે વોટ ન કરો, તેનાથી દુર રહો, કારણકે તેઓ આપણી દુનિયાના નાશ માટે જવાબદાર હશે." સોનમ કપૂરનું આ ટ્વિટ ઘણું વાયરલ થઈ રહ્યું છે. યૂઝર્સ પણ તેના પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોનમ કપૂરે આ ટ્વિટ પાકિસ્તાન સ્થિત શીખ સમુદાયના પવિત્ર સ્થળ ગુરુદ્વારા નનકાના સાહિબ પર પથ્થરમારા બાદ કર્યુ છે. સોનમ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજતેરમાં તે ધ જોયા ફેક્ટરમાં નજરે પડી હતી. તેની સાથે તમિલ અને તેલુગુ ફિલ્મના સ્ટાર દુલકર સલમાન પણ હતા.
સોનમ કપૂર તેની ઈવેન્ટ્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) IND v SL: આજે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement