શોધખોળ કરો
Advertisement
ફિલ્મોમાં બોલ્ડ સીનને લઈને એક્ટ્રેસે આપ્યું મોટું નિવેદન, કહ્યું- “બેડરૂમ સીન કરીને કંટાળી ગઈ છું”
ધનુષ સાથે ઈન્ટિમેટ સીન આપ્યા પછી તેને અનેક ફિલ્મ્સની ઓફર મળી પરંતુ તેને આ પ્રકારના જ સીન કરવાનું કહેવામાં આવતું હતું.
નવી દિલ્હીઃ અભિનેત્રી એન્ડ્રિયા જેરેમિયાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને લાંબો સમય થયો છે. તે સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરીને નામ કમાવી ચૂકી છે. પણ હવે સતત એક જ પ્રકારના રોલ ઓફર થતા હોવાના કારણે કંટાળી ગઇ છે. એટલું જ નહીં એન્ડ્રિયા ફિલ્મમો બેડરૂમ સીન કરીને એટલી કંટાળી ગઇ છે કે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે હવે તે આ પ્રકારના સીન નથી કરવા માંગતી. અને ભલે ઓછા ફી મળે પણ તે અલગ અલગ પ્રકારના રોલ કરવા માંગે છે.
એન્ડ્રિયા તામિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મ્સમાં જોવા મળી હતી. ક્રાઈમ થ્રિલર ‘Vada Chennai’માં તેણે સાઉથ સ્ટાર ધનુષ સાથે બેડરુમ સીન આપ્યા હતાં. એન્ડ્રિયાને લાગે છે કે આ સીનથી તેના ભવિષ્યને અસર પડી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
એન્ડ્રિયાએ જણાવ્યું કે ધનુષ સાથે ઈન્ટિમેટ સીન આપ્યા પછી તેને અનેક ફિલ્મ્સની ઓફર મળી પરંતુ તેને આ પ્રકારના જ સીન કરવાનું કહેવામાં આવતું હતું. જે પછી તેને અહેસાસ થયો કે સીન કરવો તેની ભૂલ હતી.
વધુમાં તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો મને કોઇ સારો રોલ ઓફર થયો અને તેને આ રોલ પસંદ આવ્યો તો આ માટે તે પોતાની ફી પણ ઓછી કરવા તૈયાર છે. હાલ ઇન્ડ્રિયા પોતાની આવનારી ફિલ્મ માસ્ટર માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઇન્ડ્રિયા સાઉથના સુપર સ્ટાર તાલાપતિ વિજય અને માલવિકા મોહન સાથે નજરે પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement