શોધખોળ કરો
Advertisement
સાઉથના આ સુપર સ્ટાર આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે? જાણો સાઉથના કયા સ્ટાર્સ રહેશે હાજર?
સાઉથના સુપર સ્ટાર રાણા દગ્ગુબાતી અને તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ આજે લગ્નગ્રંથીથી જોડાઈ જશે. એક દિવસ પહેલા એટલે ગુરુવારે હલ્દી અને મહેંદી સેરેમની યોજાઈ હતી.
સાઉથના સુપર સ્ટાર રાણા દગ્ગુબાતી અને તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ આજે લગ્નગ્રંથીથી જોડાઈ જશે. એક દિવસ પહેલા એટલે ગુરુવારે હલ્દી અને મહેંદી સેરેમની યોજાઈ હતી. કોરોના વાયરસ મહામારીની વચ્ચે ટેલિવૂડમાં રાણા અને મિહિકાના હાઈ પ્રોફાઈલ લગ્ન થવા જઈ રહ્યાં છે. લગ્નને લઈને રાણા પહેલાં કહ્યું હતું કે, મને લગ્ન કરવા માટે અજબ સમય મળ્યો.
આજે 8 ઓગસ્ટે રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજના લગ્ન હૈદરાબાદના રામાનાયડુ સ્ટુડિયોમાં થશે. લગ્નમાં ફક્ત પરિવારના લોકો અને નજીકના લોકો જ સામેલ થશે. રાણા-મિહિકાના લગ્ન તેલુગુ અને મારવાડી રિત-રિવાજ પ્રમાણે થશે.
મિહિકાના માતા બંટી બજાજે રાણા અને મિહિકાના લગ્ન આ સમય કરવાનો નિર્ણય કર્યો હતો. બંટીએ લગ્ન માટે સ્પેશિયલ થીમને તૈયાર કરી છે અને પોતાના પ્લાનને રિયલ બનાવવા માટે તેણે સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. બંટી બજાજ ખુદ હૈદરાબાદની હાઈ પ્રોફાઈલ વેડિંગ પ્લાનર છે. તો તમે સમજી શકો છો કે, તેઓ લગ્નની કેવી તૈયારી કરી રહ્યાં હશે. આ લગ્નમાં 30થી વધારે લોકો નહીં હોય.
રાણા-મિહિકાના લગ્નમાં થોડી સાવધાની પણ રાખવામાં આવી છે. લગ્નમાં સામેલ થવાવાળા તમામ મહેમાનો અને લગ્નની ગતિવિધિઓ સાથે જોડાયેલા તમામ લોકોને કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે અને પ્લાનર એક બાયો-સિક્યોર્ડ વાતાવરણ બનાવશે જે લગ્નમાં હાજર રહેનાર લોકો માટે સુરક્ષિત હશે. સૈનિટાઈઝર્સ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ પણ લગ્નની રસમોનો હિસ્સો હશે.
લગ્નનું સેલિબ્રેશન જુબિલી હિલ્સ સ્થિત મિહિકા બજાજના ઘરે હલ્દી અને મહેંદી સેરેમનીથી શરૂ થયું હતું. આમાં ફક્ત પરિવારના લોકો જ સામેલ હતાં. અભિનેત્રી સમાંથા અક્કિનેની પણ સામેલ થઈ હતી. લગ્નની અમુક સેરેમેની રાણા દગ્ગુબાતીના ઘરે થશે. રાણા-મિહિકાના લગ્નમાં સમાંથા અક્કિનેની, કાજલ અગ્રવાલ, ખુશ્બુ સુંદર, અમાલા પાલ જેવા સાઉથના ઘણાં મોટા કલાકાર સામેલ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion