Gadar 2 Box Office Collection Day 6: સની દેઓલની ગદર2 એ બાહુબલી 2નો તોડ્યો રેકોર્ડ, કમાણી જાણી દંગ રહી જશો
સની દેઓલ અને અમીષા પટેલીની ફિલ્મ 'ગદર 2' રોજેરોજ પોતાનો પાવર બતાવી રહી છે. હવે છઠ્ઠા દિવસની કમાણીમાં તેણે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની તમામ ટોપ ફિલ્મોને પછાડી દીધી છે.
Gadar 2 Box Office Collection Day 6: 11 ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલની 'ગદર 2' એ પ્રભાસની 'બાહુબલી 2' સહિત ઘણી હિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, ગદર 2 એ 'બાહુબલી' કરતાં વધુ કમાણી કરી છે... આપણે કેવી રીતે કહીએ.
'ગદર 2'ના વાવાઝોડામાં અક્ષય કુમારની 'OMG 2' તો જાણે ક્યાંય દૂર દૂર ઉડી ગઈ છે. હવે આંકડાઓ પર નજર કરીએ તો આ ફિલ્મે એક દિવસની કમાણીમાં બાહુબલી, દંગલ, કિક જેવી ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર ગદર 2 એ છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. બાહુબલી 2 એ રિલીઝ થયા પછી પહેલા બુધવારે 26 કરોડની કમાણી કરી હતી.
ધૂમ 3 એ 25 કરોડ 52 લાખનો બિઝનેસ કર્યો હતો. અક્ષય કુમારની ગુડ ન્યુઝએ 22 કરોડ 50 લાખનો બિઝનેસ કર્યો હતો.સલમાનની કિકે 21 કરોડ 66 લાખનો બિઝનેસ કર્યો હતો.
તો બીજી તરફ સુપરહિટ રહેલ આમિર ખાનની 'દંગલ'એ પણ પહેલા બુધવારે 21 કરોડ 46 રૂપિયાની કમાણી કરી હતી. આ મુજબ, સની દેઓલની ગદર 2 એ પહેલા બુધવારની કમાણીના મામલામાં ઘણી ફિલ્મોને માત આપી છે.
તમને જણાવી દઈએ કે અમીષા પટેલ અને સની દેઓલની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને કમાણી હજુ પણ ચાલુ છે.
SacNilk ના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'ગદર 2' ની કમાણીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર તેની રિલીઝના 5મા દિવસે 43.41 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે રિલીઝના 5માં દિવસે રેકોર્ડ બ્રેક 55.5 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે 'ગદર 2'ની 5 દિવસની કુલ કમાણી હવે 200 કરોડને પાર કરી ગઈ છે. એટલે કે 'ગદર 2'ની 5 દિવસની કુલ કમાણી 229.08 કરોડ રૂપિયા રહી હતી.
ગદર 2 અનિલ શર્માના નિર્દેશનમાં બની છે
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત 'ગદર 2' 2001ની હિટ ફિલ્મ 'ગદર'ની સિક્વલ છે. સન્ની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માએ સિક્વલમાં તારા સિંહ, સકીના અને જીતેની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની OMG 2 સાથે ટકરાઈ રહી છે. જોકે, 'ગદર 2' કમાણી મામલે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 કરતા ઘણી આગળ છે.