સુત્રોના મતે આ સંબંધમાં બધુ યોગ્ય ચાલી રહ્યું છે. તેથી મલાઇકા અને અર્જુન એક કદમ આગળ વધી જલ્દી લગ્નનું નામ આપવાનું વિચારી રહ્યા છે.
2/4
ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામ હાલમાં ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે.
3/4
કૉફી વિથ કરણના તાજેતરના એપિસોડમાં આમિર ખાન ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. શૉમાં મલાઇકા અરોરાએ સ્પેશિયલ અપીયરન્સ આપી હતી. એન્ટ્રી સમયે આમિર અને કરણ, મલાઇકાનો હાથ પકડીને તેને મંચ સુધી લાવી રહ્યાં હતાં, તે જ સમયે કરણે કહ્યું કે, આ ટૂંક સમયમાં તમારા જીવનમાં પણ થવા જઇ રહ્યું છે. કરણની વાત સાંભળીને મલાઇકા તેને ચુપ રહેવા કહે છે. બીજી બાજુ સૂત્રોનું કહેવું છે કે અર્જૂન-મલાઇકા એપ્રિલ 2019માં લગ્ન કરી લેશે.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક બાદ વધુ એક સેલિબ્રિટી જોડીનું ચર્ચામાં છે. અહીં વાત થઈ રહી છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા. બન્નેના લગ્નની અટકળો ચર્ચામાં છે. હવે કરણ જોહરે પોતાના ચેટ શો કોફી વિથ કરણમાં મલાઈકા-અર્જુનના લગ્ન તરફ ઈશારો કર્યો છે.