શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂત કેસ: રિયા ચક્રવર્તીના જવાબથી CBI સંતુષ્ટ નથી, આજે પણ થઈ શકે છે પૂછપરછ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ શુક્રવારે રિયા ચક્રવર્તીની આઠ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આજે પણ સીબીઆઈ રિયાને પૂછપરછ માટે બોલાવી શકે છે.
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ શુક્રવારે રિયા ચક્રવર્તીની આઠ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આજે પણ સીબીઆઈ રિયાને પૂછપરછ માટે બોલાવી શકે છે. પરંતુ તેની આધિકારીક પુષ્ટી નથી થઈ. સમય હજુ નક્કી નથી કરવામાં આવ્યો. સૂત્રોની જાણકારી મુજબ સીબીઆઈ અભિનેત્રીના જવાબથી સંતુષ્ટ નથી.
સીબીઆઈએ શુક્રવારે કરેલી પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ કહ્યું તેના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. રિયાએ કહ્યું તેને નથી ખબર કે 8 જૂનથી 13 જૂન વચ્ચે શું થયું. અભિનેત્રીએ કહ્યું સુશાંત ડિપ્રેશનમાં હતો. ડૉક્ટર પૂરાવા આપશે.
સીબીઆઈની પૂછપરછ બાદ રિયા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ બાદ જ્યારે રિયા પોતાના ઘરે જવા નિકળી તો ત્યાં મીડિયાનો જમાવડો થયો હતો. બાદમાં તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અભિનેત્રી સાથે તેનો ભાઈ શૌવિક પણ હાજર હતો. રિયાએ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. બાદમાં પોલીસની સુરક્ષામાં તે પોતાના ઘરે પહોંચી હતી.
સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈએ રિયાને સવાલ કર્યા હતા કે કઈ રીતે તે દિવંગત અભિનેતાના સંપર્કમાં આવી હતી. ક્યારે તેણે અભિનેતા સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. સુશાંત સાથે તેના સંબંધો કેવા હતા.
સૂત્રોએ કહ્યું કે સીબીઆઈએ પૂછ્યું કે યૂરોપ યાત્રા દરમિયાન શુ થયું હતું. ક્યારે તે સુશાંતને સારવાર માટે લઈ ગઈ હતી. કેમ તેણે સુશાંતના પિતાના ફોનને નજરઅંદાજ કરી દિધો, જ્યારે તેમણે તેની સારવારની વિસ્તૃત જાણકારી માંગી હતી.
રિયાને એ પણ પૂછવામાં આવ્યું કે તેણે 8 જૂને સુશાંતનું ઘર છોડી દિધુ અને કેમ તેના મેસેજને નજરઅંદાજ કર્યા અને તેનો નંબર બ્લોક કરી દિધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion