શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કહ્યું- પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પટના લઈ જવાશે
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આજે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાના આકસ્મિક નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે.
LIVE
Background
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલ કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે. પોલીસની હાલ સુધી સુશાંત સિંહના ઘરેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. હાલ તેનુ શબ હોસ્પિટલમાં છે અને હવે તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ તેમના મોત પર કોઈ ટિપ્પણી કરવામાં આવશે.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કહ્યું કે અભિનેતાના પાર્થિવ શરીરને પટના લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ સંસ્કાર થશે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલમાં કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે.
18:50 PM (IST) • 14 Jun 2020
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિનષેક ત્રિમુખેએ કહ્યું અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ બતાવી શકે છે. અત્યાર સુધીમાં અમને કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી.
18:48 PM (IST) • 14 Jun 2020
18:49 PM (IST) • 14 Jun 2020
સુશાંત સિંહના પરિવાર સાથે પપ્પુ યાદવે મુલાકાત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, બિહારનું ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ન કરી શકે! તેમના મોતની સીબીઆઈ તપાસ કરવામાં આવે. તેમના પિતાજીને પટના સ્થિત આવાસ પર મળ્યો, તેઓ સીબીઆઈ તપાસ ઈચ્છે છે, તેઓ કહે છે કે મોતના બે કલાક પહેલા તેમની વાત થઈ હતી. આત્મહત્યા જેવી કોઈ વાત જ નહોતી. તેમના પરિવારને મળી ભાવવિભોર થઈ ગયો.
18:29 PM (IST) • 14 Jun 2020
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતના ઉભરતા સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂતની દુખદ અને ચોંકવનારી મોતે તેમના લાખો પ્રશંસકોને દુખી કરી દીધા છે. તેમની ફિલ્મ અને ટીવી કરિયરની ખૂબજ શાનદાર પરફોર્મન્સ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના મિત્રો અને પરિવારને આ દુખમાં લડવાની તાકત આપે.
18:25 PM (IST) • 14 Jun 2020
Load More
Tags :
Bollywood Famous Actor Bollywood Famous Actor Sushant Singh Sushant Singh Sushant Singh Committed Suicideગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement