શોધખોળ કરો
Advertisement
TVના જાણીતા કોમેડિયનનો દુર્ઘટનામાં થયો આબાદ બચાવ, ટ્રક સાથે અથડાઈ કાર, જાણો વિગત
મુંબઈઃ જાણીતા કોમેડિયન અને ધ કપિલ શર્મા શોમાં કપિલની દાદી બનનારા અલી અસગર સાથે મોટી દુર્ઘટના બની હતી. અલી અસગરની કાર સિગ્નલ પર ઉભી હતી ત્યારે અચાનક જ એક ફૂલ સ્પીડમાં આવેલી બીજી કારે તેની કારને ટક્કર મારી હતી. જે બાદ અલીની કાર ટ્રકને જઇને અથડાઇ હતી.
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, વિપક્ષ નેતાનો પુત્ર BJPમાં થયો સામેલ, જાણો વિગત
જેમાં અલીને કોઈ ઇજા નહોતી થઈ. અલીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી અને મુંબઈ પોલીસનો પણ આભાર માન્યો હતો. અલીએ લખ્યું કે, મુંબઈ પોલીસનો આભાર. મારી કારનું એક્સિડેન્ટ થયું હતું પરંતુ જે રીતે મુંબઇ પોલીસે સમગ્ર સ્થિતિને કાબુમાં કરી તે પ્રશંસાપાત્ર છે. આભાર.
હાર્દિક પટેલે કોંગ્રેસની જન સંકલ્પ રેલીના મંચ પરથી લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા
અલી અસગર કપિલ શર્માના શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં દાદીનો રોલ કરતો હતો. આ શો બાદ તે ઘર ઘરમાં જાણીતો થયો હતો. કપિલનો શો છોડ્યા બાદ અલી અસગર સુનીલ ગ્રોવરની સાથે તેના શો કાનપુર વાલે ખુરાનામાં જોવા મળ્યો હતો. આ શોને ટીઆરપી મળી નહોતી. હાલ અલી અગરે તેના કોઇ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.
Just wanted to Thank Pydhonie Police Station..specially PSI Liladhar Patil for being warm understanding & helpful-my car met wit an accident but the way he handled the Situation is greatly Appreciated..Thank you PSI Patil ..Thank you @MumbaiPolice -Salute 👏🙏
— Ali Asgar (@kingaliasgar) March 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement