શોધખોળ કરો
Advertisement
પહેલા આ એક્ટ્રેસ ખુદ બની હતી કોરોનાની શિકાર હવે તેના ભાઇને પણ લાગ્યો ચેપ, જાણો અભિનેત્રીએ કઇ દવા લેવાની સલાહ આપી
અભિનેત્રી મોહના કુમારી સિંહે પોતાના ભાઇ માટે એક પૉસ્ટ શેર કરી છે, અને તેના ઘરે સારુ ખાવાનુ અને વિટામીન સીની ગોળીઓ લેવાની સલાહ આપી છે
નવી દિલ્હીઃ સ્ટાર પ્લસના ચર્ચિત શૉ એ રિશ્તા ક્યા કહલાતા હૈમાં કીર્તિનુ પાત્ર ભજવનારી જાણીતી ટીવી એક્ટ્રેસ મોહના કુમારી સિંહ તાજેતરમાં જ કોરોનાને માત આપીને સાજી થઇ છે. હવે કોરોનાનો ચેપ તેના ભાઇને પણ લાગ્યાના સમાચાર છે. એક મહિનાની લાંબી લડાઇ બાદ એક્ટ્રેસનો કૉવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હવે તેના ભાઇ દિવ્યરાજ સિંહ કોરોનાથી સંક્રમિત થયો છે.
અભિનેત્રી મોહના કુમારી સિંહે પોતાના ભાઇ માટે એક પૉસ્ટ શેર કરી છે, અને તેના ઘરે સારુ ખાવાનુ અને વિટામીન સીની ગોળીઓ લેવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, જૂનની શરૂઆતમાં અભિનેત્રી અને તેના પરિવારના સભ્યો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. બાદમાં એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને જાણ કરી હતી કે તેનો કોરોનો ટેસ્ટ નેગેટિવી આવ્યો છે, અને તે બિલકુલ સ્વસ્થ છે. એક્ટ્રેસ હૉસ્પીટલમાંથી એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તેને ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.
એક્ટ્રેસે આ પહેલા એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તે હૉસ્પીટલમાં કેવી રીતે સમય વિતાવી રહી છે, હૉસ્પીટલમાં કેવુ ફીલ કરી રહી છે તેનો અનુભવ શેર કર્યો હતો. એક્ટ્રેસે આ વીડિયોમાં તેને હૉસ્પીટલમાં થઇ રહેલી સારવારની પ્રૉસેસ અને તે પોતાનો સમય કેવી રીતે વિતાવી રહી છે, તે વ્યક્ત કરી રહી હતી, આ બધુ તે રડતા રડતા કહ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement