શોધખોળ કરો
Advertisement
જાણીતી ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા 2’માં આ એક્ટ્રેસ બની શકે છે નવી ગોપી વહુ, જાણો વિગતે
ફેન્સ હજુ પણ સાથ નિભાના સાથિયા જોવા ઇચ્છે છે. ટીવી શૉના નિર્માતાઓએ સાથ નિભાના સાથિયા 2ની જાહેરાત કરી છે, સાથ નિભાના સાથિયાની સિઝન 2માં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેના કારણે આ શૉ ટીઆરપી લિસ્ટમાં ધમાકો કરી શકે છે
મુંબઇઃ સુપરહિટ ટીવી શૉ સાથ નિભાના સાથિયા ફરી એકવાર નવી સિઝનને લઇને ચર્ચામાં છે. સ્ટાર પ્લસનો મૉસ્ટ પૉપ્યુલર ટીવી શૉ સાથ નિભાના સાથિયા વર્ષ 2017થી ઓફ એર થઇ ગયો છે, આટલા સમય બાદ પણ હવે સોશ્યલ મીડિયા પર ફરીથી આ સાસ-વહુ ડ્રામા શૉ પોતાની સિઝન-2ની લઇને ચર્ચામાં છે.
ફેન્સ હજુ પણ સાથ નિભાના સાથિયા જોવા ઇચ્છે છે. ટીવી શૉના નિર્માતાઓએ સાથ નિભાના સાથિયા 2ની જાહેરાત કરી છે, સાથ નિભાના સાથિયાની સિઝન 2માં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેના કારણે આ શૉ ટીઆરપી લિસ્ટમાં ધમાકો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે શૉનો પહેલો પ્રૉમો વીડિયો પણ રિલીઝ થઇ ચૂક્યો છે. જેમાં બધાને ગમતુ પાત્ર ગોપી વહુ ઉર્ફે દેવોલિનાએ ફરી એકવાર નવા પાત્રને ઇન્સ્ટ્રૉડ્યૂસ કરાવ્યુ છે, આ પાત્રને નિભાવવા માટે ટેલિવિઝન એક્ટ્રેસનુ નામ સામે આવ્યુ છે, જેમાં આદિતિ ભાટિયા, નીતિ ટેલર અને કાંચી સિંહ સામેલ છે.
બિગબૉસ 13માં લડતાં ઝઘડતા દેખાઇ ચૂકેલા સિદ્વાર્થ શુક્લા અને દેવોલિના ફરી એકવાર સાથ નિભાના સાથિયામાં જોવા મળી શકે છે. સુત્રો અનુસાર, સિદ્વાર્થ શુક્લાને ઓનબોર્ડ લેવા ખુબ દિલચસ્પી બતાવી રહ્યાં છે. સિદ્વાર્થ ઉપરાંત પણ મેકર્સ લીડ એક્ટરને શોધી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement