શોધખોળ કરો
Advertisement
Bigg Boss 14 માં સૌથી અમીર સ્પર્ધક છે રાખી સાવંત, જાણો કેટલી છે પ્રોપર્ટી
સૌથી વધુ ફી લેનાર સ્પર્ધક અલી ગોની છે. તે પ્રતિ સપ્તાહ 14 લાખ રૂપિયા લઈ રહ્યો છે. જ્યારે બીજા નંબર પર રૂબીના દિલાઈક છે જે પ્રતિ સપ્તાહ પાંચ લાખ રૂપિયા લે છે.
બિગ બોસ 14માં હવે પાંચ સ્પર્ધક રૂબીના દિલાઈક, રાહુલ વૈદ્ય, અલી ગોની, નિક્કી તમ્બોલી અને રાખી સાવંત બચ્યા છે. જેમાંથી સૌથી વધુ ફી લેનાર સ્પર્ધક અલી ગોની છે. તે પ્રતિ સપ્તાહ 14 લાખ રૂપિયા લઈ રહ્યો છે. જ્યારે બીજા નંબર પર રૂબીના દિલાઈક છે જે પ્રતિ સપ્તાહ પાંચ લાખ રૂપિયા લે છે. રાહુલ વેદ્ય પ્રતિ સપ્તાહ 1 લાખ રૂપિયા લે છે. નિક્લિ તમ્બોલી 1.2 લાખ અને રાખી પ્રતિ સપ્તાહ અઢિ લાખ રૂપિયા લે છે.
ફી લેવા મામલે અલી ગોની સૌથી આગળ છે. પરંતુ સ્પર્ધકોમાં સૌથી અમીર માત્ર એક જ સ્પર્ધક છે. તે સ્પર્ધક ઘરમાં ચેલેન્જર તરીકે આવી હતી. તેણે શોમાં એન્ટ્રી બાદ ઓડિયન્સને ખૂબ જ એન્ટરટેન કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ રાખી સાવંતની. રાખી ઘરમાં સૌથી અમીર સ્પર્ધક છે. તેની પાસે 37 કરોડ કરતા વધારેની સંપત્તિ છે.
રાખી સાવંત છે સૌથી અમીર સ્પર્ધક
ન્યૂ ક્રેબના મુજબ, રાખી સાવંત પાસે 37 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે. રાખી પાસે મુંબઈમાં બે ફ્લેટ અને એક બંગ્લો છે જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. રાખી પાસે 21.6 લાખ રૂપિયાની ફોર્ડ એન્ડેવર કાર છે. રાખીની સૌથી વધુ કમાણી સ્ટેજ પરફોર્મન્સથી થાય છે. આ સિવાય તે ભોજપુરી ફિલ્મોમાં આઈટમ નંબર પણ કરે છે.આ સિવાય તેણે બિઝનેસમાં પણ ઈનવેસ્ટ કર્યું છે.
અલી ગોનીની નેટવર્થ 15 કરોડ રૂપિયા છે. તેણે સ્પ્લિટ્સવિલા 5થી ડેબ્યૂ કર્યું હતું અને બાદમાં ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. જ્યારે રુબીના દિલાઈકની નેટ વર્થ 15 કરોડ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement