Rakhi Sawant On Adil: 'આદિલ ડ્રાઈવર છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે...', રાખી સાવંત સામે આવી પતિની સચ્ચાઇ, હચમચી ગઈ અભિનેત્રી
Rakhi Sawant On Adil Khan: છેલ્લા ઘણા સમયથી રાખી સાવંત હેડલાઇન્સમાં છે. ઘણા સમયથી રાખીને તેના પતિ આદિલ સાથે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આદિલ ખાનનું વધુ એક સત્ય સામે આવ્યું છે.
Rakhi Sawant On Adil Khan Durrani: 'ડ્રામા ક્વીન' કહેવાતી રાખી સાવંત આ દિવસોમાં તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથે ચર્ચામાં છે. રાખીએ થોડા મહિના પહેલા મૈસુરના રહેવાસી આદિલ સાથે લગ્ન કર્યા હતા. હવે અભિનેત્રી તેના પતિ વિશે નવા ખુલાસા કરી રહી છે. હાલમાં જ રાખીએ જણાવ્યું હતું કે આદિલ શોરૂમનો માલિક નથી પરંતુ તે તો ડ્રાઈવર છે.
રાખીએ આદિલ પર લગાવ્યા આરોપ
હા ગયા વર્ષે જ્યારે રાખી સાવંતે આદિલ ખાનને તેના બોયફ્રેન્ડ તરીકે દુનિયા સમક્ષ રજૂ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે આદિલ બેંગ્લોરમાં એક શોરૂમનો માલિક છે. રાખીએ એમ પણ કહ્યું હતું કે આદિલે તેને દુબઈમાં નવી કાર અને નવું ઘર ગિફ્ટ કર્યું છે. ત્યારથી બંને લાઈમલાઈટમાં હતા. રાખીનો દાવો છે કે તેણે મે 2022માં આદિલ સાથે લગ્ન કર્યા હતા અને તેના લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. જો કે, હવે રાખીએ આરોપ લગાવ્યો છે કે આદિલે તેની સાથે દગો કર્યો છે.
View this post on Instagram
રાખી સાવંતનો પતિ આદિલ ડ્રાઈવર છે
મૈસૂરમાં આદિલ સામે ચાલી રહેલા ઘણા કેસ બાદ તેને ત્યાં પોલીસ કસ્ટડી મળી છે. રાખી પણ મૈસુર પહોંચી ગઈ છે. ગત રોજ તે મૈસુરની કોર્ટમાં ગઈ હતી અને ત્યારબાદ તે તેના સાસરે પણ ગઈ હતી. જોકે તે તેના સાસરે જતાં જ તેને ખબર પડી કે આદિલનો પરિવાર ત્યાં નથી અને ઘરને તાળું મારેલું છે. ત્યારે હવે અભિનેત્રીએ એક વીડિયોમાં રડતાં રડતાં કહ્યું કે તેને હવે ખબર પડી કે આદિલ ડ્રાઇવર છે અને તે ઝૂંપડપટ્ટીમાં રહે છે.
રાખીએ આદિલની ગરીબી પર વાત કરી
રાખીએ કહ્યું કે તેને ખબર નહોતી કે તે અબ્બાસ જીનો ડ્રાઈવર છે. જ્યારે તે આદિલનું ઘર જોવા આવી ત્યારે તેને ખબર પડી કે તે ઝૂંપડપટ્ટીમાં રહે છે. રાખીએ એમ પણ કહ્યું કે તેને ગરીબોથી કોઈ વાંધો નથી, પરંતુ તેણે સાચું તો કહેવું જોઈતું હતું. રાખીએ કહ્યું, “આદિલે મારું જીવન બરબાદ કરી દીધું. હે ભગવાન, તમે ક્યાં છો.