શોધખોળ કરો

Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર

Shaktimaan Teaser: આ વિચિત્ર ટ્વિસ્ટ શક્તિમાનના ફેન્સમાં રોમાંચ અને જિજ્ઞાસા વધારી રહ્યું છે, જેઓ હવે સુપરહીરોના નવા એડવેન્ચર્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Shaktimaan Teaser: લાંબી રાહ જોયા બાદ ભારતીય ટીવીનો સૌથી પ્રખ્યાત સુપરહીરો શક્તિમાન પરત ફરવા માટે તૈયાર છે. શક્તિમાનનું પાત્ર ભજવતા અભિનેતા મુકેશ ખન્નાએ એક ટીઝર રિલીઝ કરીને આ બહુપ્રતિક્ષિત શોની વાપસીના સંકેત આપ્યા હતા. ટીઝરમાં મૂળ શોની કેટલીક જૂની અને યાદગાર ક્લિપ્સ દર્શાવવામાં આવી છે અને તેમાં એક ચોંકાવનારી ક્ષણનો પણ સમાવેશ થાય છે જ્યારે શક્તિમાન સ્ક્રીન પર ગીત ગાતો દેખાય છે.

View this post on Instagram
 
A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

આ વિચિત્ર ટ્વિસ્ટ શક્તિમાનના ફેન્સમાં રોમાંચ અને જિજ્ઞાસા વધારી રહ્યું છે, જેઓ હવે સુપરહીરોના નવા એડવેન્ચર્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શક્તિમાનનો શો મૂળરૂપે ડીડી નેશનલ પર 1997 થી 2005 દરમિયાન પ્રસારિત થયો હતો અને તે દરમિયાન તેણે દર્શકોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી.

એક સમયનું સાંસ્કૃતિક ચિહ્ન

શક્તિમાન એ એક્શન, કોમેડી અને નૈતિક શિક્ષણના અનોખા મિશ્રણથી તમામ વય જૂથોના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શો માત્ર બાળકોમાં જ નહીં પણ વૃદ્ધોમાં પણ સાંસ્કૃતિક પ્રતિક બની ગયો હતો. શક્તિમાનનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન જ નહોતો, પરંતુ તે સમાજને સારા મૂલ્યો અને નૈતિકતા શીખવતો હતો.

નવી પેઢી માટે વાપસી

મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "તે આજની પેઢી માટે એક નવી શિક્ષા સાથે પરત ફર્યા છે." આ નિવેદન સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શક્તિમાનની વાપસી માત્ર એક શો તરીકે નહીં, પરંતુ એક ઉદ્દેશ્ય સાથે થશે. તેમનો આ નવું રૂપ અને શૈલી આજની પેઢી માટે યોગ્ય માર્ગદર્શન તરીકે કામ કરશે.

ચાહકોની અપેક્ષાઓ અને ઉત્સાહ

શક્તિમાનના ટીઝરે સોશિયલ મીડિયા પર નવી ધૂમ મચાવી છે. ચાહકો જૂના શોની યાદોમાં ખોવાઈ ગયા છે અને નવા ટ્વિસ્ટ માટે પણ ઉત્સાહિત છે. હવે જોવાનું એ રહે છે કે શક્તિમાનનો આ નવો અધ્યાય દર્શકોના દિલને કેવી રીતે સ્પર્શે છે.                    

માથા પર ચાંદલો, કાનમાં ઝૂમકાં... ગુલાબી સાડી પહેરી હિના ખાને કરાવ્યુ ફોટોશૂટ, જુઓ અદાઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત

EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?

Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?

Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક

Embed widget