(Source: ECI/ABP News/ABP Majha)
લગ્ન પહેલા બોયફ્રેન્ડ સાથે બાધ્યાં શારિરીક સંબંધ, મહિલાને જાહેરમા અપાઇ આવી પીડાદાયક સજા
ઇન્ડોનેશિયામાં એક મહિલા માટે લગ્ન પહેલા તેમના બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધવો ખૂબ પીડાદાયક સાબિત થયો. મહિલા અને તેના બોયફ્રેન્ડને જાહેરમાં લોકો સામે આવી સજા અપાઇ . મહિલા બેભાન થઇને ઢળી પડી
ઇન્ડોનેશિયામાં એક મહિલા માટે લગ્ન પહેલા તેમના બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધવો ખૂબ પીડાદાયક સાબિત થયો. આ કપલને 100 કોડાના સજા આપવામાં આવી. આ સજા દરમિયાન મહિલાની હાલત એવી બગડી કે તે બેભાન થઇને પડી ગઇ.
ઘટના ઇન્ડોનેશિયાના અકેહ પ્રાંતમાં મોજૂદ હોક્સ્યોમાવે શહેરમાં આ ઘટના સામી આવી છે. આ કપલને પબ્લિકની સામે જ સજા આપવામાં આવી રહી હતી. મહિલા પર સોટીઓ વરસાવવાની શરૂ થઇ ગઇ. શરૂઆતમાં તો મહિલાએ આ બધુ જ સહન કર્યું પરંતુ હિમત તૂટતા અને અસહ્ય દર્દ થતાં તે બેભાન થઇને પડી ગઇ. ટ્રિબ્યૂન ન્યુઝ મુજબ જે શખ્સે આ મહિલા માટે રૂમ બુક કરાવ્યો હતો તેને 75 કોડાની સજા મળી આ સિવાય દારૂ પીનાર બે શખ્સને પણ 40-40 કોડોની સજા અપાઇ.
ઇસ્લામિક પોલીસ ચીફ જુલ્ફિફિલએ આ ઘટનાની વાત કરતા જણાવ્યું કે, સજા બાદ મહિલાને ત્યાંથી લઇ જવાઇ કારણ કે તે ઉભી રહેવા માટે સક્ષમ ન હતી. ઇન્ડોનેશિના આચે વિસ્તારમાં શરિયા કાયદો લાગૂ છે. આ દેશમાં આ એક એવો વિસ્તાર છે જ્યા શરિયા કાયદો લાગૂ છે. આ વિસ્તારમાં 50 લાખ લોકો રહે છે. જેમાં 98 ટકા મુસ્લિમ આબાદી છે.
ઇન્ડોનેશિયાની સરકારે આ વિસ્તારને સ્વાયતતા આપી હતી ત્યારબાદ અહીં શરિયા કાયદો લાગૂ કરી દેવાયો. આ વિસ્તારમાં દારૂ પીવો, લગ્ન પહેલા શારિરીક સંબંધ બાંધવો, સમલૈંગિક સંબંધ પર આકરી સજા આપવામાં આવે છે. માનવ અધિકાર સાથે જોડાયેલા સંગઠન આવી ઘટનાઓનો અને આ કાયદાનો વિરોધ કરે છે પરંતુ અહી આચેના લોકો આ કાયદાના સમર્થનમાં છે. જ્યારે લોકોને સજા મળે છે. લોકો જોવા માટે પણ પહોંચી જાય છે. પબ્લિકની વચ્ચે અપાતી સજાનો પણ અનેક વખત વિરોધ થયો છે.
વર્ષ 2018માં આ વિસ્તારના પ્રશાસને આવા અમાનવીય કાયદા અને સજાને દૂર કરવાની વાત કરી હતી અને એવું પણ કહ્યંુ હતું કે, અપરાધીઓને લોકોની સામે નહી પરંતુ જેલમાં સજા આપવામાં આવે જો કે તેમ છતાં પણ અહીં આ પ્રકારની ઘટનાનો સિલસિલો યથાવત છે.