શોધખોળ કરો
આ જાણીતી TV એક્ટ્રેસના પિતાનું અમરનાથ યાત્રા દરમિયાન થયું મોત, જાણો વિગત
સિરિયલ ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું નિધન થયું છે. તે અમરનાથ યાત્રા પર હતા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. શાઈનીના પિતાના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

મુંબઈઃ બમ બમ ભોલેના નાદ સાથે થોડા દિવસો પહેલા અમરનાથ યાત્રાની શરૂઆત થઈ છે. સિરિયલ ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું નિધન થયું છે. તે અમરનાથ યાત્રા પર હતા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. શાઈનીના પિતાના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
રિપોર્ટ્સ મુજબ યાત્રા દરમ્યાન તેમને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેમને ટુરિસ્ટ મેડિકલ કેમ્પમાં લઇ ગયા ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની બોડીને શનિવારે ગુજરાત સ્થિત ગૃહનિવાસ પર મોકલી દેવાઈ છે. પિતાના અંતિમ દર્શન માટે શાઈની મુંબઈથી પોતાના ઘરે પહોંચી ગઈ છે.View this post on InstagramDoing nothing feels like floating on warm water to me #delightful #perfect .
શાઈનીએ 2013માં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. તે સિરિયલમાં શાઈની કુસુમ દેસાઈના રોલમાં દેખાઈ હતી. ત્યારબાદ તે ‘જમાઈ રાજા’ સિરિયલની ત્રીજી સીઝનની લીડ એક્ટ્રેસ હતી. તે સિરિયલમાં શાઈની રવિ દુબેની સામે માહી સેનગુપ્તાના રોલમાં હતી. શાઈનીએ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. હાલ તે સીરિયલ ‘શ્રીમદ ભાગવત’માં નજરે પડી રહી છે.View this post on Instagram
શાઈનીએ તાજેતરમાં જ એક લક્ઝરી કાર ખરદી હતી. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું, ‘આજે માતાનું વધુ એક સપનું પૂરું થયું. તુ બસ તારુ કર્મ કર પછી જો કર્મ પણ તેનું કર્મ કરે છે.’View this post on Instagramक्यों ढूँढू तुझे दुनिया में, छुपा हुआ है तू.... मुझ में ही कहिं !!!
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
