(Source: ECI/ABP News/ABP Majha)
‘તારક મહેતા......’ની બબિબાજીની ખરેખર ધરપકડ થઈ હતી ? જાણો મૂનમૂન દત્તાએ શું કર્યો દાવો ? પોલીસ સ્ટેશનમાં મને અઢી કલાક...............
મૂનમૂન દત્તાએ આ વાતોને ખોટી ગણાવી છે. મૂનમૂન દત્તાનો દાવો છે કે, પોતાની ધરપકડ થઈ હોવાની અફવા ચાલી રહી છે ને તેમાં કોઈ દમ નથી.
મુંબઇ : લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બબિબાજીની ભૂમિકા કરતી મૂનમૂન દત્તાની ધરપકડની વાતો ચાલી રહી છે. મૂનમૂન દત્તાએ આ વાતોને ખોટી ગણાવી છે. મૂનમૂન દત્તાનો દાવો છે કે, પોતાની ધરપકડ થઈ હોવાની અફવા ચાલી રહી છે ને તેમાં કોઈ દમ નથી.
મૂનમૂન દત્તાએ પોતાની ધરપકડની વાતોને અફવા ગણાવતાં સ્પષ્ટતા કરી છે કે, પોલીસે તેની ધરપકડ કરી નહોતી, પરંતુ એક રૂટિન પુછપરછ માટે પોલીસ સ્ટેશન ગઇ હતી. મને તો પૂછપરછ માટે જતાં પહેલાં જ શુક્રવારે અદાલતથી આગોતરા જામીન મળી ગયા હતા. હાંસી પોલીસ સ્ટેશને અઢી કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી હતી પણ મારી ધરપકડ કરવામાં આવી નથી.
મૂનમૂન દત્તા હાલ એક વીડિયોને કારણે ચર્ચામાં છે. તેણે યૂટયુબ પરની પોતાની ચેનલ પરથી ગયા વરસની મે મહિનાની 9મી તારીખે એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે અનુસૂચિત જાતિ (એસસી-શીડ્યુલ્ડ કાસ્ટ) સમાજ વિશે એક અપમાનજનક ટીપ્પણી કરી હતી. આ પછી દલિત સમાજના કાર્યકરો તેમજ વકીલ રજત કલ્સને અભિનેત્રી મૂનમૂન દત્તા સામે કેસ નોંધાવ્યો હતો. આ કેસ અંગે હાલ અફવા ચગી હતી કે મૂનમૂન દત્તાની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે.
મૂનમૂન દત્તાએ આ અફવા અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું હતું કે, પોલીસે તેની ધરપકડ કરી નહોતી, પરંતુ પોતાને રૂટિન પૂછપરછ માટે બોલાવતાં પોતે પોલીસ સ્ટેશન ગઇ હતી. મને તો પોલીસ સ્ટેશનમાં જતા પહેલાં શુક્રવારે અદાલતે જામીન આપી દીધા હતા. હાંસી પોલીસ સ્ટેશને અઢી કલાક સુધી મારી પુછતાછ કરવામાં આવી હતી.
મૂનમૂને એમ પણ કહ્યું હતું કે, પોતાને વિશે ઉડ્યા કરતી અફવાઓથી પરેશાન છે. હું ફક્ત લાઇમલાઇટમાં આવવા માટેની ચર્ચાઓથી કંટાળી ગઇ છું.
ઉલ્લેખનીય છે કે, મૂનમૂન દત્તા વિરુદ્ધ હરિયાણાના હાંસી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાનમાં પણ એફઆરઆઇ નોંધવામાં આવી હતી. અભિનેત્રીએ આ દરેક કેસની તપાસ હરિયાણાના હાંસીમાં કરવાની માંગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.