શોધખોળ કરો
Advertisement
Kangana Ranaut's Tweet Deleted: ટ્વિટરની કંગના પર મોટી કાર્યવાહી, ખેડૂત આંદોલનને લઈ આપત્તિજનક ટ્વિટ કર્યા ટિલિટ
મંગળવારે કંગનાએ રિહાનાના ટ્વીટને રિટ્વીટ કરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી પણ કહી દીધા હતા. તેણે એ પણ કહ્યું હતું કે, તેઓ દેશના ભાગલા પાડવા માંગે છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ખેડૂત આંદોલન વિરુદ્ધ સતત ટ્વિટ કરી રહી છે. એટલું જ ખેડૂત આંદોલનના સપોર્ટ કરનાર તમામ મોટા સેલેબ્સ અને વિદેશી હસ્તીઓને પર નિશાન બનાવી રહી હતી. હવે કંગનાના વાંધાજનક ટ્વિટને લઈને ટ્વિટર તેના પર પગલા લીધા છે.
ટ્વિટરે કંગનાના કેટલાક ટ્વિટ ટિલીટ કરી દીધાં છે. સાથે ડિલીટ કરવાનું કારણ પણ આપ્યું છે. ટ્વિટરનું કહેવું છે કે, કંગનાની પોસ્ટ ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ટ્વિટર દ્વારા કંગનાના બે ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ બન્ને ટ્વિટ ખેડૂત આંદોલન પર કરવામાં આવ્યા હતા.
મંગળવારે કંગનાએ રિહાનાના ટ્વીટને રિટ્વીટ કરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી પણ કહી દીધા હતા. તેણે એ પણ કહ્યું હતું કે, તેઓ દેશના ભાગલા પાડવા માંગે છે. સાથે તેણે રિહાનાને મૂર્ખ પણ ગણાવી હતી.
કંગનાના ટ્વિટ ડિલીટ કર્યા બાદ પોતાના નિવેદનમાં ટ્વિટરે કહ્યું કે, અમે તેના ટ્વિટ્સ પર કાર્યવાહી કરી છે તે વર્તમાન નિયમોની અમારી સીમા અનુરુપ ટ્વિટરના નિયમોના ઉલ્લંઘનમાં હતી. ટ્વિટરનું આ પગલું કંગના દ્વારા અમેરિકી પોપ સ્ટાર રિહાના પર નિશાન સાધ્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે. રિહાનાએ દેશના ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement