Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાઓથી-સરદારપુરાને જોડતો બ્રિજ આજે સવારે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બ્રિજ ધરાશાયી થતાં અધિકારીઓ દોડતા થયા
બ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ, રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ સાથે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી.
પિલ્લરની આસપાસ ધોવાણથી બ્રિજ તૂટ્યાનું પ્રાથમિક તારણ
પ્રાથમિક તપાસમાં બ્રિજની નીચેના પિલ્લરની આસપાસ ધોવાણ થઈ જવાના કારણે આ ઘટના બની હોવાનું તારણ સામે આવ્યું છે. આ બ્રિજ મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટેની કાંસ પર બનાવવામાં આવ્યો હતો.


















