શોધખોળ કરો
Advertisement
આ હોટ એક્ટ્રેસે કર્યો ઘટસ્ફોટ, કહ્યું- પહલાજ નિહલાણીએ મને અન્ડરગાર્મેન્ટ્સ વિના શૂટ કરવાનું કહ્યું હતું
મુંબઈઃ કંગના રનૌતે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂાત વર્ષ 2006માં આવેલ ફિલ્મ ગેંગસ્ટરથી કરી હતી. કંગનાએ કોઈપણ ગોડફાધર વગર પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે. જોકે કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
કંગનાએ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતાં કહ્યું કે, ‘સત્ય એ છે કે, લોકો મળે છે, તમને પ્રૉમિસ કરે છે તે તમને ગાઈડ કરશે – હેલ્પ કરશે. પહલાજ નિહલાણીએ મને એક ફિલ્મ ઑફર કરી હતી. આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું હતું – I Love You Boss. આ ફિલ્મ માટે એક ફોટોશૂટ થયું હતું જેના માટે તેમણે મને Robe પહેરવા કહ્યું હતું અને તેમાં અન્ડરગારમેન્ટ્સ શામેલ નહોતા.
મને એવો રોલ આપવામાં આવ્યો હતો જે બોસ પ્રત્યે લસ્ટ ધરાવે છે. આ એક રીતે સૉફ્ટ પૉર્ન કેરેક્ટર જેવું હતું. મેં કહ્યું કે, હું આ નહીં કરી શકું. મારા માતા-પિતા આ જ બાબતો વિશે મને કહેતા હતા. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઈ અને ભાગી ગઈ, મેં મારો નંબર બદલી નાખ્યો.’
કંગના આગળ જણાવે છે કે, ‘આ બધાની વચ્ચે હું ઑડિશન આપતી રહી અને 2006માં મને અનુરાગ બસુની ફિલ્મ ગેંગસ્ટરમાં કામ મળી ગયું. આ ઉપરાંત મેં અન્ય એક ફિલ્મ – Pokiri માટે ઑડિશન આપ્યું હતું. બંને ફિલ્મોની એકસાથે ઑફર આવી. મેં ગેંગસ્ટરને પસંદ કરી. જોકે, પોકિરી પણ હિટ રહી હતી અને બાદમાં મેં પુરી સર સાથે કામ કર્યું હતું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion