શોધખોળ કરો
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મળ્યો દેશી બોમ્બ, ભક્તોમાં ફફડાટ
1/4

અંબાજી: ગુજરાતનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી પરિસરમાંથી આજે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો છે. અંબાજી મંદિરના શક્તિ દ્ધારની જાળી પાસેથી આ બોમ્બ મળી આવ્યો હતો, જેના કારણે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલા સાથે બોમ્બ ડિસ્પોજલ સ્કોડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બોમ્બને ડિસ્પોલજલ કર્યો હતો. હાલ અંબાજી મંદિરમાં એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સુરક્ષાનાં કર્મીઓ અને મંદિરનાં ગાર્ડ દ્વારા અંબાજી મંદિરનાં ખુણે ખૂણાંની અધ્યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.
2/4

સૌરાષ્ટ્રમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ જાણીતા મંદિરોમાં સુરક્ષા વધારાઈ છે. અને તે સમયે જ દેશી બોંબ મળતા પોલીસ પણ સતર્ક બની છે. બનાસકાંઠા એસ.પી. નિરજ બડગુજરે આ મામલે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, આ બોંબ નિષ્ક્રિય કરેલો હતો. અને પેપરમાં બાંધેલો હતો. જો કે, બોંબ મળવાની ઘટનામાં કોઈએ ડરવાની જરૂર ન હોવાનું પણ તેમણે ટાંક્યું. સાથે જ હાલમાં મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર કોઈ રોક લગાવવામાં આવી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
Published at : 28 Feb 2017 12:35 PM (IST)
View More























