શોધખોળ કરો
ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા, બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં, જુઓ દાદાના કાર્યકાળની સફર
Gujarat government: 13 સપ્ટેમ્બર 2025 ના રોજ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે તેમના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ દરમિયાન રાજ્યમાં અનેક વિકાસ કામો થયા છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.
1/9

15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
2/9

13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણ તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી.
Published at : 13 Sep 2025 09:13 AM (IST)
આગળ જુઓ





















